
ચીનમાં આકરી ગરમીએ તોડ્યા અનેક રેકોર્ડ,પારો 50ને પાર
દિલ્હી : ચીનમાં આ સમયે ખૂબ જ ગરમી પડી રહી છે. જુલાઈ મહિનામાં ચીનમાં ગરમીએ નવો રેકોર્ડ બનાવ્યો છે. ચીનમાં દેશમાં 52.2 °C (126 °F) નો રેકોર્ડ-ઉચ્ચ તાપમાન નોંધાયું છે. ગરમીનો પારો 50 ને પાર કરી ગયો છે. આવી સ્થિતિમાં ચીનના લોકો કેવા પ્રકારની ગરમીનો સામનો કરી રહ્યા છે? તેનો અંદાજ લગાવવો પણ અશક્ય છે. તાપમાનમાં વધારાને કારણે પાવર વપરાશ નોંધપાત્ર રીતે વધે છે.
ચીન એપ્રિલ મહિનાથી વધી રહેલા તાપમાનથી પરેશાન છે. ત્યારથી અહીં તાપમાન સામાન્ય કરતા વધારે છે. જ્યારે જૂન મહિનામાં પણ ચીનમાં ગરમીએ ઘણા રેકોર્ડ તોડી નાખ્યા હતા. તાજેતરના મહિનાઓમાં સમગ્ર ચીનમાં તાપમાન અસામાન્ય રીતે ઉંચુ રહ્યું છે,જેના પર વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ક્લાઈમેટ ચેન્જના કારણે ગરમી વધી રહી છે.
વિશ્વના મોટા ભાગોમાં ગ્લોબલ વોર્મિંગનો ખતરો તોળાઈ રહ્યો છે. યુરોપ અને જાપાનમાં રેકોર્ડ ગરમીની આગાહી કરવામાં આવી હતી, જેના કારણે શનિવારે અમેરિકામાં લાખો લોકોને તાપમાનમાં તીવ્ર વધારોનો સામનો કરવો પડ્યો હતો. યુએસ નેશનલ વેધર સર્વિસે “અત્યંત ગરમ અને ખતરનાક સપ્તાહાંત” વિશે ચેતવણી આપી છે, જેમાં ભારે ગરમી કેલિફોર્નિયાથી ટેક્સાસ સુધી પહોંચવાની અપેક્ષા છે.