
- ચહેરાની સુંદરતાને વધારો
- સ્ટ્રોબેરીનો કરો ઉપયોગ
- ફેસપેકનો આ રીતે કરો ઉપયોગ
ચહેરાની સુંદરતા તો દરેક સ્ત્રી માટે પહેલી પ્રાથમિકતા હોય છે. પોતાની સુંદરતા માટે અનેક પ્રકારના નુસ્ખાઓ અને ટ્રિક્સ અપનાવતી હોય છે. આવામાં જો સ્ટ્રોબેરીનો ઉપયોગ કરવામાં આવે તો તે પણ ચહેરાની સુંદરતાને વધારવા માટે મદદરૂપ થઈ શકે છે.
જો વાત કરવામાં આવે સ્ટ્રોબેરીની તો સ્ટ્રોબેરીમાં બળતરા વિરોધી ગુણો હોય છે. તે ત્વચાને બળતરા અને યુવી કિરણોથી બચાવવામાં મદદ કરે છે. તે આલ્ફા-હાઈડ્રોક્સિલિક એસિડથી ભરપૂર છે. આનાથી ત્વચાના મૃત કોષોને દૂર કરવામાં મદદ મળી શકે છે. તેમાં સેલિસિલિક એસિડ પણ હોય છે. તે ખીલની સારવાર માટે જાણીતું છે.
હવે સ્ટ્રોબેરીના ફેસપેક બનાવવાની રીત આ છે કે સૌથી પહેલા તો સ્ટ્રોબેરી અને મધને લઈ લો. સ્ટ્રોબેરી અને મધનો માસ્ક ખીલ ઘટાડવામાં મદદ કરે છે. આ પેક બનાવવા માટે બ્લેન્ડરમાં ચાર સ્ટ્રોબેરીનો ઉપયોગ કરીને ઝીણી પેસ્ટ બનાવો. તેમાં એક ચમચી મધ ઉમેરો. ચહેરા પર ફેસ માસ્ક લગાવો અને સુકાઈ ગયા પછી ઠંડા પાણીથી ધોઈ લો. આ ફેસ પેકનો ઉપયોગ અઠવાડિયામાં બે વાર કરી શકાય છે.
સ્ટ્રોબેરી અને ઓટમીલ માસ્કનો ઉપયોગ ક્ષતિગ્રસ્ત ત્વચાને સાજા કરવા માટે કરી શકાય છે. બ્લેન્ડરમાં એક ચમચી ઓટમીલ સાથે 6 સ્ટ્રોબેરી મિક્સ કરો. ઝીણી પેસ્ટ બનાવવા માટે પૂરતા પ્રમાણમાં ગુલાબજળ મિક્સ કરો. હવે આ ફેસ માસ્કને લગાવો અને તેને હળવા હાથથી ગોળાકાર ગતિમાં મસાજ કરો. જ્યાં સુધી તે સુકાઈ ન જાય ત્યાં સુધી તેને રહેવા દો. આ ઓટમીલ સ્ક્રબ તરીકે કામ કરે છે જે મૃત ત્વચાને દૂર કરે છે જ્યારે સ્ટ્રોબેરી ક્ષતિગ્રસ્ત ત્વચાને ઠીક કરવામાં મદદ કરે છે.
આ ઉપરાંત સ્ટ્રોબેરીને કેટલીક અન્ય વસ્તુ સાથે જેમ કે દહીં અને લીંબુ સાથે મિક્સ કરીને પણ ફેસપેક બનાવી શકાય છે.
ઉલ્લેખનીય છે કે આ માહિતી માત્ર જાણકારી માટે છે, જો ચહેરા પર ખીલની કે કોઈ અન્ય સમસ્યા હોય તો ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ.