1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ST બસમાં મુસાફર પાસેથી નકલી પાસ મળ્યો, ધ્રોળ ડેપોમાંથી પાસ કઢાવ્યાનું પ્રવાસીનું રટણ
ST બસમાં મુસાફર પાસેથી નકલી પાસ મળ્યો, ધ્રોળ ડેપોમાંથી પાસ કઢાવ્યાનું પ્રવાસીનું રટણ

ST બસમાં મુસાફર પાસેથી નકલી પાસ મળ્યો, ધ્રોળ ડેપોમાંથી પાસ કઢાવ્યાનું પ્રવાસીનું રટણ

0
Social Share

જામનગર: ગુજરાતમાં નકલીઓની બોલબાલા હોય તેમ નકલી કચેરી, નકલી પોલીસ, અને નકલી ચિજ-વસ્તુઓ પકડાય રહી છે. ત્યારે એસટી બસમાં મુસ્ફર પાસેથી નકલી પાસ પકડાયો છે. એસટીની ફ્લાઈંગ સ્કવોર્ડ દ્વારા ધ્રોળ ડેપોની મોરબી તરફ જઈ રહેલી એસટી બસને રોકીને ચેકિંગ કરતા એક મુસાફર પાસેથી એસટીનો નકલી પાસ મળી આવ્યો હતો.

જામનગર જિલ્લાના ધ્રોલના એસટી ડેપોમાં બસની મુસાફરી માટેના ડુપ્લીકેટ પાસનું કૌભાડ પકડાયું છે. ધ્રોલથી મોરબી તરફ જઈ રહેલા એક મુસાફર પાસેથી ડુપ્લીકેટ ટિકિટ મળી આવી હોવાથી એસટી તંત્ર દ્વારા સમગ્ર મામલે ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે. જેથી એસટી ડેપોના વર્તુળમાં ભારે ચકચાર મચી ગઈ છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લામાં એસટી વિભાગની ફ્લાઇંગ સ્કવોર્ડ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું, જે દરમિયાન  ધ્રોલ ડેપોથી મોરબી તરફ જઈ રહેલી એસટી બસમાં એક મુસાફર પાસે ટિકિટ સંદર્ભે ચેકિંગ કરતાં તેની પાસેથી એક મુસાફરીનો પાસ મળી આવ્યો હતો. જે પ્રાથમિક દ્રષ્ટિએ ડુપ્લીકેટ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેથી એસ.ટી. વિભાગની ચેકીંગ ટીમ ચોકી ઉઠી હતી. જે પાસ અંગેની પૂછપરછ કરતાં તેને ધ્રોલના એસટી ડેપોમાંથી પાસ ઈસ્યૂ થયો હોવાનું જણાવ્યું હતું. જેથી એસટી વિભાગની ત્રણ સ્તરીય ટીમ દ્વારા સમગ્ર મામલે ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે, અને નજીકના ભવિષ્યમાં આ કૌભાંડ પરથી પડદો ઉચકાશે તેમ મનાઈ રહ્યું છે. જેને લઈને એસટી તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે. (File photo)

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code