1. Home
  2. ગુજરાતી
  3. નકલી PMO ઓફિસર કિરણ પટેલને ગુજરાત પોલીસ દ્રારા જમ્મુ-કાશ્મીરથી અમદાવાદ લાવવામાં આવ્યો
નકલી PMO ઓફિસર કિરણ પટેલને ગુજરાત પોલીસ દ્રારા જમ્મુ-કાશ્મીરથી અમદાવાદ લાવવામાં આવ્યો

નકલી PMO ઓફિસર કિરણ પટેલને ગુજરાત પોલીસ દ્રારા જમ્મુ-કાશ્મીરથી અમદાવાદ લાવવામાં આવ્યો

0
Social Share
  • નકલી PMO ઓફિસર કિરણ પટેલ ગુજરાત લવાયો
  • ગુજરાત પોલીસ દ્રારા જમ્મુ-કાશ્મીરથી અમદાવાદ લાવવામાં આવ્યો

દિલ્હીઃ- મહાઠગ કિરણ પટેલ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે પોતાને પીએમ મોદીનો ખાસ ગણાવીને અનેક ફાયદો ઉઠાવતો હતો ત્યારે તેના સામે ફરીયાદ નોઁધાચા પોલીસે તેની ધરપકડ કરી હતી ત્યાર બાદ ક્રાઈમ બ્રાંચની ટીમ જમ્મુ કાશ્મીરથી તેને  શુક્રવારે મોડી રાત્રે અમદાવાદ લઈને આવી પહોંચી છે.

જાણકારી પ્રમાણે  માજી મંત્રીના ભાઈનો સિંધુભવન રોડ પર આવેલો 15 કરોડનો બંગલો પચાવી પાડવા કિરણ પટેલ અને તેની પત્ની માલિનીએ નકલી ડોક્યુમેન્ટ્સ ઊભા કર્યા હતા, જેમાં ક્રાઇમ બ્રાંચે અગાઉ માલિનીની ધરપકડ કરી હતી. જ્યારે કિરણ પટેલને જમ્મુ કાશ્મીર પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટના આધારે અમદાવાદ લાવવામાં આવ્યો છે.

ગુજરાત પોલીસની એક ટીમ શનિવારે વડાપ્રધાન કાર્યાલય ના વરિષ્ઠ અધિકારી તરીકે દર્શાવવા બદલ ધરપકડ કરાયેલ કિરણ પટેલને જમ્મુ અને કાશ્મીરથી અમદાવાદ લાવી હતી. ગુરુવારે શ્રીનગરમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ દ્વારા ગુજરાત પોલીસની કસ્ટડી માટેની વિનંતી સ્વીકારવામાં આવ્યા બાદ પટેલને ગુજરાત પોલીસને સોંપવામાં આવ્યો હતો, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

શનિવારે વહેલી સવારે શ્રીનગરથી રોડ માર્ગે ક્રાઈમ બ્રાન્ચના મુખ્યાલયમાં લાવવામાં આવ્યો હતો. એક વરિષ્ઠ નાગરિકનો બંગલો પચાવી પાડવાનો પ્રયાસ કરવા બદલ ગુજરાતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં પટેલ વિરુદ્ધ ચાર એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આ પૈકીની એક FIR અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નોંધવામાં આવી છે.

જમ્મુ અને કાશ્મીર પોલીસે ગયા મહિને શ્રીનગરની એક ફાઇવ-સ્ટાર હોટલમાંથી પટેલની કેન્દ્ર સરકારમાં ‘અંડર સેક્રેટરી’ તરીકે દર્શાવવા અને સુરક્ષા અને અન્ય આતિથ્ય માણવા બદલ ધરપકડ કરી હતી.જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાન બોર્ડર સુધી જઈ આવેલો કિરણ પટેલ હવે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો મહેમાન બનશે એટલે કે તેને સામાન્ય કેદીની જેમ પોલીસના તમામ પ્રશ્નોના જવાબ આપવા પડશે.

આ અંગે અમદાવાદ અધિકારીઓ જણાવ્યું છે કે, રાતે એક થી દોઢ વાગ્યાના અરસામાં કિરણ પટેલને અમદાવાદ લાવાયો છે આજે અમદાવાદ ખાતે ક્રાઈમબ્રાંચ દ્રારા તેની સતત પૂછપરછ કરવામાં આવશે તેણ એઅનેક સવાલોનો સામનો કરવો પડશે, ફર્જી  કિરણ પટેલને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ મોડી રાતે લઈને આવી પહોંચી હતી.

કિરણ પટેલે અનેક લોકોને ઠગ્યા હોવાની વિગતો સામે આવી છે. તેમાં તે પોતે પીએમઓનો અધિકારી હોવાની વાતો કહેતો હતો અને અનેક લોકો સાથે ઘણા પ્રકારની છેતરપિંડી કરી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં કિરણ પટેલની પત્ની સામે ફરિયાદ નોંધાવી છે.

 

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code