
OTT પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરવા જઈ રહેલા ફેમસ એક્ટર શક્તિ કપૂર આ વેબ સિરીઝમાં સુચિત્રા કૃષ્ણમૂર્તિ સાથે જોવા મળશે
- OTT પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે શક્તિ કપૂર
- સુચિત્રા કૃષ્ણમૂર્તિ સાથે જોવા મળશે વેબ સિરીઝમાં
- બ્રેવહાર્ટ્સ ધ અનટોલ્ડ સ્ટોરીઝ ઓફ હીરોમાં જોવા મળશે
મુંબઈ:અભિનેતા શક્તિ કપૂર બોલિવૂડના જાણીતા અભિનેતાઓમાંના એક છે, જેમણે ફિલ્મોમાં પોતાના દમદાર અભિનયથી લોકોના દિલમાં ઊંડી છાપ છોડી છે.હવે અભિનેતા ટૂંક સમયમાં OTT પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે.તે અભિનેત્રી સુચિત્રા કૃષ્ણમૂર્તિ સાથે વેબ સીરિઝ બ્રેવહાર્ટ્સ ધ અનટોલ્ડ સ્ટોરીઝ ઓફ હીરોમાં જોવા મળશે.
સુચિત્રા કૃષ્ણમૂર્તિએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ફિલ્મનું પોસ્ટર શેર કર્યું છે.તેણે લખ્યું, “બ્રિનગિંગ યૂ ઇન્ડીયાઝ ફર્સ્ટ આર્મી એનથોલીજી @ અનઅકેડમી પ્રસ્તુત કરે છે. બ્રેવહાર્ટ્સ: ધ અનટોલ્ડ સ્ટોરીઝ ઓફ હીરોઝ.”
આ સિરીઝમાં કે.કે. રૈના, વરુણ તિવારી, ગિરીશ સહદેવ અને નમન જૈન સહિતના અન્ય પાત્રો પણ જોવા મળશે.’બ્રેવહાર્ટ્સ – ધ અનટોલ્ડ સ્ટોરીઝ ઓફ હીરોઝ’ ભારતીય સશસ્ત્ર દળોના નાયકોના પરિવાર વિશે પાંચ ટૂંકી ફિલ્મોની સિરીઝ દર્શાવશે.