
મશહૂર ક્રિકેટર જસપ્રીત બુમરાહએ કર્યા લગ્ન – સ્પોર્ટ પ્રેઝેન્ટર સંજના ગળેશન સાથે ગોવામાં લીઘા સાતફેરા
- ક્રિકેટર જદસપ્રીત બુમરાહે કર્યા લગ્ન
- પોર્ટ્સ પ્રસ્તુતકર્તા સંજના ગણેશન સાથે સાતફેરા લીધા
- આ લગ્ન ખાનગી રાખવામાં આવ્યા હતા
- ગોવા ખાતે બન્નેએ લગ્ન કર્યા
દિલ્હી – ક્રિકેટર જગતમાં જાણીતું નામ જસપ્રિત બુમરાહે સ્ટાર સ્પોર્ટ્સ પ્રસ્તુતકર્તા સંજના ગણેશન સાથે લગ્ન કરી લીધા છે,થોડા સમય પહેલા જ તેઓ ક્રિકેટમાંથી થોડા દિવસની રજા પર ઉતર્યા હતા ત્યારે તેમના લગ્નની વાતે જોર પકડ્યું હતું, સંજનાએ લગ્નના ફોટોઝ સોશિયલ મીડિયા પર પણ શેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે બુમરાહ હાલમાં તેના લગ્નને કારણે ભારતીય ટીમ વતી રમી રહ્યો નથી.
ઉલ્લખેનીય છે કે, આ બંનેના લગ્ન ગોવામાં છે. બંનેના લગ્નની ચર્ચા ઘણા દિવસોથી ચાલી રહી હતી. જસપ્રીત બુમરાહ અને સંજનાના લગ્નને ખાનગી રાખવામાં આવ્યા હતી જેમાં ફક્ત પરિવારના સભ્યો જ સામેલ થયા હતા.
સંજનાએ લગ્નનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતાં લખ્યું કે, ‘પ્રેમથી પ્રેરિત, અમે સાથે મળીને નવી સફર શરૂ કરી રહ્યા છે. આજનો દિવસ આપણા જીવનનો સૌથી ખુશહાલ દિવસ છે અને અમે તમારા લગ્ન અને આપણી ખુશીઓના સમાચારો તમારી સાથે શેર કરવામાં આનંદ અનુભવીએ છીએ. સંજના અને જસપ્રીત .. ”
ઉલ્લેખનીય છે કે, આઈપીએલ દરમિયાન સંજના ક્રિકેટને એન્કર કરતી જોવા મળી હતી. એટલું જ નહીં, 2019 વર્લ્ડ કપ દરમિયાન તે ટીવી સ્પોર્ટ્સ ચેનલ માટે એન્કર કરતી જોવા મળી હતી.ઉલ્લેખનીય છે કે આ કપલે વિતેલા દિવસને મંગળવારના રોજ પરિવાર અને નજીકના સગાઓની હાજરીમાં લગ્ન કર્યા છે.
સાહિન-