આંધ્રપ્રદેશમાં પિતાએ 3 સંતાનોની હત્યા કરી જીવન ટુંકાવ્યું
નવી દિલ્હી 01 ડિસેમ્બર 2025: આંધ્રપ્રદેશના ઉય્યાલાવાડામાં એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. અહેવાલો અનુસાર, નંદ્યાલ જિલ્લામાં એક વ્યક્તિએ તેના ત્રણ સગીર પુત્રોની હત્યા કરી અને પછી ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી.
પોલીસે ગુરુવાર, 1 જાન્યુઆરીના રોજ આ ઘટનાની જાહેરાત કરી. એક અધિકારીએ જણાવ્યું કે પોલીસ બાળકોના મૃત્યુના ચોક્કસ કારણની તપાસ કરી રહી છે અને તપાસ પછી જ સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવશે.
ત્રણ સગીર પુત્રોની હત્યા
અલ્લાગડ્ડા નાયબ પોલીસ અધિક્ષક પ્રમોદ કુમારે પીટીઆઈને જણાવ્યું કે “બુધવારે, આરોપીએ કથિત રીતે તેના ત્રણ સગીર પુત્રોની હત્યા કરી હતી અને બાદમાં ઉય્યાલાવાડા ગામમાં તેના ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી.”
પોલીસની શરૂઆતની તપાસમાં શંકા છે કે પરિવાર આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો હતો, જેના કારણે તે વ્યક્તિએ આ આત્યંતિક પગલું ભર્યું હશે. તપાસ દરમિયાન, પોલીસને એ પણ જાણવા મળ્યું કે મૃતકની પત્નીએ આ વર્ષે ઓગસ્ટમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી, જેનાથી પરિવારના દુઃખમાં વધુ વધારો થયો હતો.
વધુ વાંચો: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની હત્યા, ટોળાએ યુવાનને જીવતો સળગાવ્યો


