
દેશમાં મંકીપોક્સનો સતાવતો ભય – કેરળમાં વધુ એક દર્દી મળી આવતા દેશમાં હવે 2 કેસ થયા
- દેશમાં મંકીપોક્સનો કહેર
- બીજો દર્દી પણ કેરળમાંથી મળી આવ્યો
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કહેરની સાથે સાથે મંકીપોક્સનો પણ ભય વર્તાઈ રહ્યો છે થોડા દિવસ પહેલા જ કેરળમાં એક વ્યક્તિમાં મંકીપોક્સ સંક્રમણની પૃષ્ટિ કરવામાં આવી હતી ત્યારે બાદ સતર્કતા દાખવીને કેન્દ્ર સરકારે તમામા રાજ્યો માટે દિશા નિર્દેશ પણ જારી કર્યા હતા ત્યારે હવે કેરળમાં વધુ એક મંકીપોસ્કના દર્દીની ઓળખ કરવામાં આવી છે આ સાથે જ દેશમાં હવે આ સંકર્મણ ઘરાવતા દર્દીઓની સંખ્યા 2 થઈ ચૂકી છે.
કેરળમાં મંકીપોક્સના કહેરને લઈને તંત્રની સાથે સાથે લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે આ સાથે જ વધુ એક કેસની પુષ્ટિ થતા આ માહિતી રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે આપી હતી. યુવકને મંકીપોક્સથી સંક્રમિત હોવાની આશંકાથી અહીંની પરિયારામ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો હતો
મેંગલુરુ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચેલા એક યુવકને ચેપ લાગવાની આશંકાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. કેરળના આરોગ્ય વિભાગે રવિવારથી રાજ્યના તમામ પાંચ એરપોર્ટ પર દેખરેખ વધારી દીધી છે. કન્નુર એરપોર્ટ પર વિદેશથી આવનારાઓની ચકાસણી માટે વિશેષ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. દેશમાં મંકીપોક્સનો પ્રથમ કેસ કેરળનો હતો.ત્યારે બીજો કેસ પણ અહીથી નોંધાયો છે
“દર્દીના નમૂનાઓ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા અને રિપોર્ટ આવ્યા પછી જ ચેપની પુષ્ટિ થઈ હતી.” દર્દી હાલમાં મેડિકલ કોલેજ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં છે.
મંકીપોક્સના હવે દેશમાંના બે કેસ નોંધાયા છે. આ બીજા દર્દી વિશે જો વાત કરીએ તો તેના વિશે કોઈ જાણકારી હજી સુધી મળી નથી પરંતુ કેરળમાં જે પ્રથમ કેસ આવ્યો હતો તે વ્યક્તિની ટ્રાવેલ હિસ્ટ્રી યુએઈની જોવા મળી હતી.