
ઇન્ડોનેશિયાની જેલમાં ભીષણ આગ, 41 કેદીઓના મોત
- ઇન્ડોનેશિયાની જેલમાં ભીષણ આગ
- 41 કેદીઓના મોત, 39 લોકો ઘાયલ
- બચાવ અને રાહત કાર્ય હજુ પણ શરૂ
દિલ્હી:ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તા નજીકની જેલમાં આગ લાગવાની ઘટના બની હતી.જેમાં ઓછામાં ઓછા 41 કેદીઓના મોત થયા છે. જયારે 39 લોકો ઘાયલ થયા છે, બનાવની જણ થતા ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા.અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરી રહ્યા છે.
ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર બચાવ અને રાહત કાર્ય હજુ પણ શરૂ છે.
હાલ ઘટનાની તપાસ પણ કરવામાં આવી રહી છે કે આગ લાગવા પાછળનું કારણ શું છે. સૂત્રો અનુસાર કેટલાક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થયા છે અને તેમની પણ સારવાર ચાલી રહી છે. જે લોકો વધારે ગંભીર થયા છે તેમની સ્થિતિ નાજૂક હોવાનું સૂત્રોએ જણાવ્યું હતુ. સારવાર દરમિયાન વધારે જાનહાનિના સમાચાર પણ આવી શકે છે.