1. Home
  2. ગુજરાતી
  3. જાણો કોણ છે દ્રૌપદી મુર્મૂ – અકસ્માતમાં પરિવાર ગુમાવ્યા બાદ પણ રહ્યા અડગ, આજે રાષ્ટ્રપતિ પદના દાવેદાર
જાણો કોણ છે દ્રૌપદી મુર્મૂ – અકસ્માતમાં પરિવાર ગુમાવ્યા બાદ પણ રહ્યા અડગ, આજે રાષ્ટ્રપતિ પદના દાવેદાર

જાણો કોણ છે દ્રૌપદી મુર્મૂ – અકસ્માતમાં પરિવાર ગુમાવ્યા બાદ પણ રહ્યા અડગ, આજે રાષ્ટ્રપતિ પદના દાવેદાર

0
  • દ્રૌપદી મુર્મૂની કહાનિ સંઘર્ષમય
  • અનેક સંઘર્ષ બાદ પણ અડગ રહ્યા
  • બીજેપી દ્રારા રાષ્ટ્રપતિ પદના મેદાનમાં

દિલ્હીઃ – બીજેપી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે મહિલાને મેદાનમાં ઉતારવામાં આવી છે,આજના સમાચારમાં દ્રૌપદી મુર્મૂ હેડલાઈન બની છે,દરેક લોકો જાણવા માંગે છે કે આ દ્રૌપદી મુર્મૂ કોણ છે તો ચાલો જાણીએ તેમના વિશેની કેટલીક મહત્વની વાતો

એનડીએ ના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ એ વિશ્વની સૌથી મોટી લોકશાહીની આંતરિક શક્તિની સુંદર કહાનિ છે. કાઉન્સિલર તરીકે રાજકીય કારકિર્દી શરૂ કરનાર દ્રૌપદી અનુસૂચિત જનજાતિમાંથી દેશના પ્રથમ અને મહિલા તરીકે બીજા રાષ્ટ્રપતિ બનવાની તૈયારીમાં છે. ઓડિશાના અત્યંત પછાત અને સંથાલ સમુદાયની 64 વર્ષની દ્રૌપદીની યાત્રા સંઘર્ષોથી ભરેલી રહી છે.તેમને રાષ્ટ્રપતિ પદ પર લાવીને  મહિલા સશક્તિકરણને લઈને પણ સંદેશ આપ્યો છે.જેમનો જન્મ 20 જૂન 1958 ઓડિશા ખાતે થયો હતો પિતાજીનું નામ હતું બિરાંચી નારાયણ જેઓ એક સાધારણ પરિવારના હતા 

આર્થિક સ્થિતિ તેમની એટલી પણ સારી નહોતી જેના કારણે, દ્રૌપદી, જે માત્ર સ્નાતક સુધી જ શિક્ષણ  મેળવ્યું તેણે સૌ પ્રથમ શિક્ષણને પોતાની કારકિર્દી બનાવી. આ પહેલા તેઓ ઓડિશા સરકારમાં ફરજ બજાવતા હતા. બાદમાં રાજકારણ માટે ભાજપને પસંદ કર્યું અને આ પક્ષ સાથે રહ્યા. તેમની રાજકીય કારકિર્દી 1997 માં કાઉન્સિલર તરીકે શરૂ થઈ હતી.

જો કે, દ્રૌપદી મુર્મુએ મુશ્કેલીઓ સામે ક્યારેય હાર ન માની અને તમામ અવરોધોને પાર કરીને, તેણે ભુવનેશ્વરની રમાદેવી મહિલા કોલેજમાંથી આર્ટ્સમાં ડિગ્રી સાથે સ્નાતક થયા. આ પછી તેને ઓડિશા સરકારના સિંચાઈ અને વીજળી વિભાગમાં જુનિયર આસિસ્ટન્ટ એટલે કે ક્લાર્ક તરીકે નોકરી મળી. પાછળથી, તેમણે રાયરંગપુરમાં શ્રી ઓરોબિંદો ઇન્ટિગ્રલ એજ્યુકેશન સેન્ટરમાં માનદ સહાયક શિક્ષક તરીકે પણ કામ કર્યું.

મુર્મુનું જીવન તેમના જીવનશક્તિને પ્રતિબિંબિત કરે છે. તેઓ યુવાનીમાં પતિ ગુમાવ્યા અને વિધવા બન્યા, ઉપરાંત બે પુત્રોના મૃત્યુ પણ જોયા છત્તા તે અડગ રહ્યા  આ દરમિયાન, તેણીએ તેની એકમાત્ર પુત્રી ઇતિશ્રી સહિત સમગ્ર પરિવારને પ્રોત્સાહન આપ્યું. ઝારખંડના રાજ્યપાલ તરીકે શપથ લેતી વખતે તેમની આંખો ભીની થઈ ગઈ.પરિવાર ગુમાવાનું તેઓને દુખ હતું

  • વર્ષ 2000માં તેઓને પ્રથમ વખત ધારાસભ્ય બનવાની તક મળી
  • પછી બીજેપી-બીજેડી સરકારમાં બે વખત મંત્રી બન્યા.
  • 2015માં તેને ઝારખંડની પ્રથમ મહિલા રાજ્યપાલ બનાવવામાં આવી હતી. મુ
  • ર્મુએ 20મી જૂને પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ વીવી ગિરીનો જન્મ પણ ઓડિશામાં થયો હતો, પરંતુ તેઓ મૂળ આંધ્ર પ્રદેશના હતા.

જો દ્રૌપદી મુર્મુ આ ચૂંટણી જીતશે તો તે રાષ્ટ્રપતિ બનનાર પ્રથમ આદિવાસી મહિલા હશે. તેમના પહેલા નીલમ સંજીવ રેડ્ડી દેશના સૌથી યુવા રાષ્ટ્રપતિ હતા. આ પહેલા આજે વિપક્ષે યશવંત સિન્હાને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કર્યા છે.

રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની જાહેરાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કર્યું હતું. તેમણે કહ્યું, “મને ખાતરી છે કે દ્રૌપદી મુર્મુ આપણા દેશની મહાન રાષ્ટ્રપતિ હશે. દ્રૌપદી મુર્મુએ સમાજની સેવા કરવા અને ગરીબ, દલિત અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોના સશક્તિકરણ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે.”

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code