1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જેટકો ભરતીકાંડમાં બેદરકારી દાખવનારા પાંચ અધિકારીને આખરે કરાયા સસ્પેન્ડ
જેટકો ભરતીકાંડમાં બેદરકારી દાખવનારા પાંચ અધિકારીને આખરે કરાયા સસ્પેન્ડ

જેટકો ભરતીકાંડમાં બેદરકારી દાખવનારા પાંચ અધિકારીને આખરે કરાયા સસ્પેન્ડ

0
Social Share

અમદાવાદ:  ગુજરાત સરકારની માલિકીની ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (જેટકો) દ્વારા વિદ્યુત સહાયકોની ભરતીમાં વિવાદ ઊભો થયા બાદ ભરતી રદ કરવામાં આવી હતી. જેની સામે ઉમેદવારો દ્વારા લડત પણ ચલાવવામાં આવી રહી છે. ત્યારે જેટકો દ્વારા એક જ દિવસમાં 5 અધિકારીઓને સસ્પેન્ડ કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ભરૂચના એક્ઝિક્યૂટીવ એન્જિનિયર એપી ભાભોર અને નવસારીના એક્ઝિક્યૂટીવ એન્જિનિયર જેજી પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ અગાઉ કલાક પહેલાં જેટકો વિદ્યુત સહાયક ભરતી કાંડમાં 3 અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ જેટકો દ્વારા ભતી પરીક્ષાનાં વિવાદ મામલે એન્જીનીયર અને ડેપ્યુટી એન્જીનીયર કક્ષાનાં 5 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે. જેમાં મહેસાણા ડિવિઝનનાં ડેપ્યુટી ઈજનેર કે.એચ.પરમાર, ધાનેરા કાર્યપાલક ઈજનેર એસ.આર.યાદવ, મહેસાણાનાં કાર્યપાલક ઈજનેર બી.જે.ચૌધરીને જૂનાગઢ અને જામનગર ખાતે પોલ ક્લાઈમબિંગ ટેસ્ટ પ્રક્રિયામાં ત્રણેય અધિકારીઓની બેદરકારી સામે આવી હતી. તેમજ પરીક્ષા રદ્દ કરવાની પરિસ્થિતિ અને જેટકો તથા સરકારની થઈ રહેલી બદનામી માટે ત્રણેય અધિકારીઓને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા. ચીફ એન્જીનીયર એ.બી. રાઠોડ દ્વારા ત્રણેયને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

જેટકોની પરીક્ષાને લઈને સર્જાયેલા વિવાદથી ઉમેદવારોની ધીરજ હવે ખૂટી રહી છે. ઉમેદવારોએ પરિવારજનોની સાથે ભૂખ હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે. પાંચ ઉમેદવારોનું ડેલિગેશન જેટકોના એમ. ડી.ને મળવા ગયું હતું, પણ તેઓ હાજર નહોંતા. જેથી ઉમેદવારોએ જનરલ મેનેજરને રજૂઆત કરી હતી. સાથે જ પરિવાર સાથે ગાંધીનગરમાં જઈને આંદોલનને આગળ વધારશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.  જેટકોની પરીક્ષાને લઈને વિવાદ છેલ્લા 5 દિવસથી યથાવત્ છે.

અત્રે ઉલ્લેખનીય છે. કે,  જેટકો દ્વારા 1224 જગ્યા માટે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. ઝોન કક્ષાએ યોજાયેલા પોલ ટેસ્ટમાં ક્ષતિ હોવાનું જેટકોની તપાસમાં સામે આવતાં ભરતી જ રદ કરી દેવામાં આવી છે. વિભાગની ભૂલનો ભોગ ઉમેદવારો બન્યા હતાં. ઉમેદવારોએ વિદ્યાર્થીનેતા યુવરાજસિંહની આગેવાનીમાં વડોદરા જેટકોની ઓફિસ બહાર તારીખ 21 અને 22 ડિસેમ્બર વિરોધપ્રદર્શન કર્યું હતું. જેમાં જેટકોના MDએ નિવાડો લાવવાની ધારણા આપતા ઉમેદવારોએ સરકારને 48 કલાકનો સમય આપી આંદોલન સમેટી લીધુ હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code