1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં થર્ટીફસ્ટની ઊજવણી દરમિયાન કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસનો એક્શનપ્લાન
અમદાવાદમાં થર્ટીફસ્ટની ઊજવણી દરમિયાન કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસનો એક્શનપ્લાન

અમદાવાદમાં થર્ટીફસ્ટની ઊજવણી દરમિયાન કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસનો એક્શનપ્લાન

0
Social Share

અમદાવાદઃ વર્ષ 2024ને આવકારવા માટે થર્ટી ફસ્ટની રાતે પાર્ટી પ્લોટ્સ, કલબો, ફાર્મ હાઉસમાં પાર્ટીઓનું આયોજન કરાયું છે. ઉપરાંત સીજી રોડ પર પણ રાત્રે યુવક-યુવતીઓ એકઠા થઈને નવા વર્ષના આગમનની ઊજવણી કરવામાં આવતી હોય છે. નવા વર્ષની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે શહેર પોલીસે એક્શન પ્લાન બનાવ્યો છે. જેમાં શહેરની તમામ પોલીસને જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં 31મી ડિસેમ્બર સુધી બ્રેથ એનાલાઇઝરની મદદથી વિવિધ ટીમ રાતના સમયે ડ્રીંક એન્ડ ડ્રાઇવની તપાસ કરશે. ખાસ કરીને શહેરના સિંધુ ભવન રોડ, એસ પી રીંગ રોડ તેમજ એસ. જી હાઇવે પર વિશેષ બંદોબસ્ત રહેશે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ નવા વર્ષની ઉજવણીને લઇને અમદાવાદ શહેર પોલીસે બંદોબસ્તને લઇને એક્શન પ્લાન  તૈયાર કર્યો છે. જેમાં  31મી ડિસેમ્બરની સાંજથી મોડી રાતના ત્રણ વાગ્યા સુધી શહેરની તમામ પોલીસને બંદોબસ્તમાં રખાશે. શહેરમાં 25 થી વધુ પાર્ટી પ્લોટ અને ક્લબોમાં નવા વર્ષની ઉજવણીની પાર્ટીઓ યોજાતી હોય છે. જ્યાં સીસીવીટી કેમેરા, પાર્કિંગ અને  સુરક્ષાની પુરતી વ્યવસ્થા કરવા માટે સુચના આપવામાં આવી છે. હાલ કાંકરિયા કાનવલમાં  ત્રણ શિફ્ટમાં પોલીસ અધિકારીઓ અને સ્ટાફ બંદોબસ્તમાં છે.  ત્યારે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે એક જેસીપી, બે ડીસીપી, એક એસીપી, બે પીઆઇ, બે પીએસઆઇ સહિત 350  ટ્રાફિક જવાનોને જવાબદારી સોંપવામાં આવી છે.

પોલીસ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે,  નવા વર્ષની ઉજવણીમાં શહેરીજનો રાતના 11:55  થી 12:30 સુધી જ ફટાકડા ફોડી શકશે. જેમાં જાહેર માર્ગો અને સાઇલેન્ટ ઝોનમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકાયો છે. શહેરમાં નવા વર્ષની ઉજવણી અને કાંકરિયા કાનવલને લઇને પોલીસ એલર્ટ થઇ ગઇ છે.  સ્થળ પર ત્રણ કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યા છે. ઉપરાંત બે બૉમ્બ સ્કોડ અને ડોગ સ્કોડની ટીમ હાજર રહેશે.  સીસીટીવી પર સતત મોનીટરીંગ કરવામા આવશે. તેમજ નવા વર્ષની ઉજવણીમાં  મોટી ઘટના ન બને તે માટે સીજીરોડ, સિંધુભવન રોડ, એસજી હાઇવે પર શી ટીમ અને પોલીસ રાત્રીના સમયે ખડેપગે રહેશે.  બીજી તરફ ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ તેમજ દારૂને લઈને પોલીસ દ્વારા વિશેષ ડ્રાઇવ યોજવામાં આવશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code