
અમૃતસર એરપોર્ટથી 35 પેસેન્જરોને લીધા વિના જ ફ્લાઈટે નિર્ઘારિત સમય કરતા 5 કલાક પહેલા ઉડાન ભરી
- 35 પેસેન્જરોને લીધા વિના જ ફ્લાઈટે ઉડાન ભરી
- અમૃકતસર એરપોર્ટની ઘટના
ચંદિગઢ – આજ અઠવાડિયામાં વિમાનના મુસાફરોને લીધા વિના જ વિમાને ટેકઓફ કર્યું હોય તેવી બીજી ઘટના સામે આવી છે,પેસેન્જરોલી લીઘા વિના જ વિમાન ઉપડી ગયું તેવી ઘટના અમૃસર એરપોર્ટ પર બનવા પામી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે અમૃતસર એરપોર્ટ પર એક પ્લેન 35 મુસાફરોને સવાર કર્યા વિના ઉડાન ભરી, જે પછી ખૂબ હંગામો થયો. આ પ્લેન તેના નિર્ધારિત સમયના એક કે બે કલાક પહેલા નહીં પરંતુ 5 કલાક પહેલા ઉડાન ભરી હતી.
ત્યાર બાદ એરલાઈન્સે પોતાની ભૂલ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે. એરલાઈન્સનું કહેવું છે કે મુસાફરોને ઈમેલ મોકલીને ફ્લાઈટના સમયપત્રકમાં ફેરફાર વિશે પહેલાથી જ જાણ કરવામાં આવી હતી. છેલ્લા બે અઠવાડિયામાં ભારતીય એરપોર્ટ પર મુસાફરોને મૂકીને ફઅલાઈટ ઉડાન ભરવાનો આ બીજો કિસ્સો છે. આ પહેલા ગો ફર્સ્ટની ફ્લાઈટએ પેસેન્જરને બેંગલુરુ એરપોર્ટ પર જ છોડી દીધો હતો.
સ્કૂટ એરલાઇન્સની અમૃતસરથી સિંગાપોર સુધીની ફ્લાઇટ્સ છે. આ ફ્લાઈટનો ઉડાન ભરવાનો સમય સાંજે 7.55 વાગ્યાનો હતો. સમાચારના અહેવાલ પ્રમાણે, આ ફ્લાઈટ લગભગ 5 કલાક પહેલા અમૃતસર એરપોર્ટ પરથી બપોરે 3 વાગ્યે ટેકઓફ થઈ હતી, જેમાં 35 મુસાફરોને એરપોર્ટ પર છોડી દેવામાં આવ્યા હતા. આ મુસાફરોએ એરપોર્ટ પર હોબાળો મચાવ્યો હતો.
સ્કૂટ એરલાઈન્સે આ મામલે નિવેદન જાહેર કર્યું છે. આ નિવેદનમાં, કંપનીએ કહ્યું કે તેની તરફથી તમામ મુસાફરોને એરક્રાફ્ટના સમયપત્રકમાં ફેરફાર કરવા માટે એક ઈમેલ મોકલવામાં આવ્યો હતો. આ ઈમેલ વાંચીને જે યાત્રીઓ પહોંચી ગયા હતા, વિમાન તેમને સાથે લઈને જ ઉડ્યું છે બીજી તરફ ડીજીસીએના સૂત્રોના જણાવ્યા અનુસાર આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી છે અને તેની તપાસ કરવામાં આવી રહી છે.
tags:
Amritsar airport