- સાડી પહેરતા વખતે પલ્લુ પર સેફ્ટી પીન લગાવાનું રાખો
- સાડીની પાટલી વાળતી વખતે તેને પણ પીનઅપ કરો
- સાડીના છેડાને બ્લાઉઝ સાથે પીન અપ કરો
- જો તમે આ ટિપ્સ ફોલો કરશો તો ક્યારેય નહી બનવું પડે ઉપ્સ મોમેન્ટો શિકાર
સામાન્ય રીતે ભારતની મહિલાઓની પહેલી પસંદ સાડી હોય છે, ઘરમાં વાર તહેવાર હોય કે પછી કોઈકના ત્યા પ્રસંગ હોય સૌ પ્રથમ સાડીને મહત્વ આપવામાં આવે છે, આજકાલ ફેશનની દુનિયામાં અનેક અવનવી ડિઝાઈનના વસ્ત્રો આવી ગયા છે જો કે સાડીનું સ્થાન હજી પણ કોી પરિધાન લઈ શક્યું નથી, દેશભરમાં સાડી મહિલાઓની પહેલી પસંદ છે.
જો સાડી પહેરીને તમારે તનારી સુંદરતામાં ચાર ચાંદ લગાવવા છે તો સૌ પ્રથમ તમારે સાડીના કલર પર ધ્યાન આપવું પડશે
- જેમ કે સાડીનો ભપકાદાર કલર ન હોવો જોઈએ
- સાડીનો બ્લાઉઝ ફિંટિંગમાં ન પહેરવો જોઈએ
- બ્લાઉઝ વધુ પડતો બેકલેસ ન હોવો જોઈએ
- સાડી અને બ્લાઉઝનું સારું કોમ્બિનેશન હોવું જોઈએ
- વધારે પડતી ચમક ઢમક વાળી સાજી પહેરવાનું ટાળવું જોઈએ
જો કે સાડી પહેરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી
- સાડી પહેરતી વખતે નાની પસંદગીની ભૂલ આખી સાડીનો લૂક બગાડતી હોય છે. એટલે કેટલીક વખત તમે મોંઘી સાડી સાથે ભારે કે મિસમેચ ઝવેરાત પહેરીને સાડીનો લૂક બગાડી લો છો. સાડી ભરચક અને મોટા ગોલ્ડન બોર્ડરની હોય તો બહુ ઝવેરાત ન પહેરો. લાઈટ ઘરેણાઓ પહેરીને સિમ્પલ સોબર લૂક આપી શકો છો
- જ્યારે પણ સાડી પહેરો ત્યારે જ્યા જ્યા સાડીનો છેડો હોય છે ત્યા પીનએપ કરવાનું રાખો નહી તો ક્યારેક ઉપ્સ મોમેન્ટનો શિકાર થવું પડશે
- સાડી પહેરતી વખતે ખાસ ધ્યાન રાખો કે પાછળથી ચણિયા ના દેખાય અને સાડી ઉપર ન ચડી જાય. ધણીવાર મહિલાઓ બહુ નીચી સાડી પણ પહેરી લે તો તે વાતનું પણ ધ્યાન રાખો.આ સાથે જ નીચેથી ચણીઓ હંમેશા ઊંચો હોવો જોઈએ જેથી સાડીની બહાર ન દેખાઈ
- સાડી ખૂબ જ સુંદર હોય પણ તેની સાથે મોટી કે મિસમેચ પર્સ તમારી સાડીનો આખો શો બગાડી દે છે. સ્ટાઇલીશ સાડીની સાથે મોટી બેગના કરતા નાનું પર્સ રાખો.ક્લચ તમારી સુંદરતામાં વધારો કરશે, બને ત્યા સુધી સાડીના મેચિંગનું પર્સ કેરી કરો.