
આ કારણોસર નાઈટશિફ્ટમાં ન કરવું જોઈએ કામ
આજના સમયમાં વધતી જતી મોંઘવારીને લઈને લોકોમાં પૈસાની જરૂરીયાત એવી રીતે વધી ગઈ છે કે લોકો રૂપિયાને કમાવવા માટે રાત અને દિવસ પણ જોતા નથી. પણ જ્યારે લોકો રાતે પણ કામ કરવાનું શરૂ કરે છે ત્યારે તેમને જાણ હોતી નથી કે તે લોકો પોતાના શરીરને કેટલા મોટા જોખમમાં મુકી રહ્યા છે.
મીડિયા રિપોર્ટ અનુસાર જે લોકો રાતના સમયમાં પણ કામ કરે છે તે લોકોને અથવા નાઇટ શિફ્ટમાં કામ કરવાથી વ્યક્તિને હાર્ટ એટેક આવવાની શક્યતા સાત ટકા વધી જાય છે. આ અભ્યાસમાં નાઇટ શિફ્ટ કામદારોને કેમ વધારે જોખમ હતું તે સમજાવવામાં આવ્યું નથી, પરંતુ સંશોધકો માને છે કે ઊંઘની આદતોમાં ફેરફાર બ્લડ પ્રેશર અને રક્ત પરિભ્રમણને અસર કરે છે.
આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો નાઇટ શિફ્ટમાં કામ કરવાથી ઊંઘમાં ખલેલ પડે છે. જ્યારે તમે સૂઈ જાઓ છો, ત્યારે તમારું શરીર ઝેરને બહાર કાઢે છે, ઇજાઓને સાજા કરે છે અને તણાવ ઘટાડે છે. અનિયમિત કલાકો કામ કરવાથી સામાન્ય જીવનશૈલી સંપૂર્ણપણે ખલેલ પહોંચે છે.
લોકો નાઇટ શિફ્ટમાં કામ કરતા હોય છે, ખાસ કરીને જ્યારે શિફ્ટ નિયમિતપણે બદલાતી રહે છે, જેનો અર્થ છે કે તમે એક અઠવાડિયા માટે નાઇટ શિફ્ટ કરો છો, પછી બીજા અઠવાડિયે દિવસની પાળી કરો છો, અને પછી બીજા અઠવાડિયે બપોરની પાળી કરો છો, તો તે ઘણી બધી સમસ્યાઓનું કારણ બને છે.
આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે અને તેની કોઈ પુષ્ટિ કરવામાં આવતી નથી.