
પ્રોફેટ મોહમ્મદ પર ટીપ્પણી કરનારા નૂપુર શર્માને વિદેશી નેતાએ બહાદૂર ગણાવ્યા, ભારત આવીને ભાજપના ભૂતપૂર્વ પ્રવક્તાને મળવાની વ્યક્ત કરી ઈચ્છા
નવી દિલ્હી: નૂપુર શર્માનું નામ ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે નેધરલેન્ડ્સના દક્ષિણપંથી નેતા ગીર્ટ વાઈલ્ડર્સે ભાજપના ભૂતપૂર્વ પ્રવક્તાને મળવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમણે નૂપુર શર્માને બહાદૂર ગણાવ્યા છે. જો કે આ પહેલીવાર નથી કે જ્યારે વાઈલ્ડર્સે શર્ના વખાણ કર્યા હોય. વિવાદીત ટીપ્પણીને લઈને ભારતમાં થયેલા તણાવ બાદ પણ વાઈલ્ડર્સે નૂપુર શર્માનો બચાવ કર્યો હતો.
વાઈલ્ડર્સે સોશયલ મીડિયા પર લખ્યુ છે કે હું બહાદૂર નૂપુર શર્માના સમર્થનનો એક વ્યક્તિગત સંદેશ મોકલું છું, જેમને માત્ર સાચું બોલવા માટે ઈસ્લામનું પાલન કરનારાઓ તરફથી ધમકીઓ મળી હતી. આજાદીથી પ્રેમ કરનારા દુનિયાભરના લોકોએ તેમનું સમર્થન કરવું જોઈએ. મને આશા છે કે ભારત યાત્રા દરમિયાન તેમને મળી શકીશ.
ઓગસ્ટ, 2019માં ભાજપ સરકારે જમ્મુ-કાસ્મીરમાંથી કલમ-370ને હટાવવાનું એલાન કર્યું હતું. તેના પર પણ વાઈલ્ડર્સે ભારત સરકારનું સમર્થન કર્યું હતું. નૂપુર શર્માને લઈને તેમણે પહેલા કહ્યુ હતુ કે તુષ્ટિકરણ ક્યારેય કામ આવતું નથી. આનાથી ચીજો વધુ ખરાબ થાય છે. માટે મારા ભારતીય દોસ્તો, ઈસ્લામિક દેશોથી ડરો નહીં. આઝાદી માટે ઉભા થાવ અને સત્ય બોલનાર રાજનેતાના બચાવ પર ગર્વ કરો.
2022માં એક ટીવી ડિબેટ દરમિયાન ભાજપના તત્કાલિન પ્રવક્તા નૂપુર શર્માએ એક પેનલિસ્ટ દ્વારા ભગવાન શિવ પર કરવામાં આવેલી ટીપ્પણીના જવાબમાં પયગમ્બર મોહમ્મદ પર ટીપ્પણી કરી હતી. તેના પછી ખૂબ વિવાદ થયો હતો. ઘણાં મોટા મુસ્લિમ દેશોએ પણ નિવેદન પર વાંધો વ્યક્ત કર્યો હતો. બાદમાં ભાજપે નૂપુર શર્માને ભાજપના પ્રવક્તા પદેથી હટાવ્યા અને તેમની ભાજપની પ્રાથમિક સદસ્યતા સસ્પેન્ડ કરી હતી.