
મહેસાણા-રાધનપુર રોડ પરના પાંચોટ સર્કલ પર ફોરલેન ઓવરબ્રિજ બનાવાશે
મહેસાણાઃ શહેરના ટ્રાફિકથી ધમધમતા પાંચોટ બાયપાસ સર્કલ પર ઓવરબ્રિજ બનાવવા તાજેતરમાં સર્વેની કામગીરી પૂર્ણ થઇ છે. આ ઓવરબ્રિજ મહેસાણાથી રાધનપુર તરફનો રહેશે. ઓવરબ્રિજની કુલ લંબાઇ લગભગ 700 મીટરની અને પહોળાઇ 28 મીટરની રહેશે. ફોર લેન ઓવરબ્રિજની ડિઝાઇન તૈયાર થયા બાદ ટેન્ડરીંગ પ્રક્રિયા હાથ ધરાશે. આ ઓવરબ્રીજ બનતા ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળશે.
સૂત્રોના જણાવ્યા મુજબ મહેસાણા શહેરના પાંચોટ બાયપાસ સર્કલ પર ઓવરબ્રિજ જ્યારે બનીને તૈયાર થશે ત્યારે બાયપાસનો ટ્રાફિક બ્રિજની નીચેથી અને મહેસાણા-રાધનપુર વચ્ચેનો ટ્રાફિક ઓવરબ્રિજ પરથી પસાર થશે. મહેસાણાનો આ પ્રથમ ઓવરબ્રિજ હશે જેની ઉપર અને નીચેથી વાહનો પસાર થઇ શકશે. કારણ કે, મહેસાણા શહેર અને તેની આસપાસ અત્યાર સુધી બનેલા 4 ઓવરબ્રિજની નીચેથી રેલવે લાઇન પસાર થાય છે. જ્યારે આ પ્રથમ ઓવરબ્રિજ હશે જેની ઉપર અને નીચેથી વાહનો પસાર થઇ શકશે.
અત્યાર સુધી 4 ઓવરબ્રિજની નીચેથી રેલવે લાઇન પસાર થાય છે.જ્યારે આ ઓવરબ્રિજ મુદ્દે મહેસાણામાં જમીન અને મિલકતના વ્યવસાયકારોના જણાવ્યા અનુસાર, પાંચોટ સર્કલની આસપાસ પ્રતિ સ્કેવર ચોરસ ફૂટ જમીનનો ભાવ રૂ.25 હજાર અને બાંધકામનો ભાવ રૂ.50 હજાર છે. બ્રિજના કારણે ભાવમાં 20 ટકા થી 30 ટકાનો ઘટાડો આવશે. જો આ ઓવબ્રિજ મહેસાણા થી રાધનપુર તરફના બદલે બાયપાસ પર બને તો મિલકતની કિંમતો પર બહુ અસર નહીં થાય.