
કુતુબ મિનાર પાંચમી સદીમાં વિક્રમાદિત્યએ બનાવ્યાનો પુરાતત્વ વિભાગના પૂર્વ અધિકારીનો દાવો
નવી દિલ્હીઃ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ના પૂર્વ અધિકારીએ કુતુબ મિનારને લઈને મોટો દાવો કર્યો છે. તેઓએ દાવો કર્યો છે કે તે પાંચમી સદીમાં રાજા વિક્રમાદિત્ય દ્વારા બનાવવામાં આવ્યું હતું, જેથી સૂર્યની બદલાતી દિશા જોઈ શકાય. તેમણે પોતાના દાવાના સમર્થનમાં પુરાવા રજૂની પણ ખાતરી આપી છે. જ્યારે મથુરામાં જ્ઞાનવાપી મસ્જિદથી લઈને ઈદગાહ, દિલ્હીની જામા મસ્જિદ સુધીનું પહેલું મંદિર હોવાની વાત ચાલી રહી છે અને અલગ-અલગ કોર્ટમાં અરજીઓ દાખલ કરવામાં આવી છે.
ભૂતપૂર્વ ASI પ્રાદેશિક નિર્દેશક ધરમવીર શર્માએ દાવો કર્યો હતો કે કુતુબ મિનાર કુતુબ અલ-દિન ઐબકે નહીં પરંતુ રાજા વિક્રમાદિત્ય દ્વારા બાંધવામાં આવ્યો હતો. તેને સૂર્યની દિશાનો અભ્યાસ કરવા માટે બનાવ્યું હતું. તે કુતુબ મિનાર નથી, પરંતુ સન ટાવર (વેધશાળા ટાવર) છે. તે 5મી સદીમાં રાજા વિક્રમાદિત્ય દ્વારા બનાવવામાં આવ્યું હતું. કુતુબ અલ-દિન ઐબકે બનાવ્ય ન હતું. મારી પાસે આ અંગે ઘણા પુરાવા છે.” તેમણે ASI વતી ઘણી વખત કુતુબ મિનારનો સર્વે કર્યો છે.
ધરમવીર શર્માએ વધુમાં કહ્યું કે, “કુતુબ મિનાર 25 ઈંચનો ઝોક ધરાવે છે. આ એટલા માટે છે કારણ કે તે સૂર્યનો અભ્યાસ કરવા માટે બનાવવામાં આવ્યો હતો. 21મી જૂને ઓછામાં ઓછા અડધા કલાક સુધી અહીં પડછાયો જોવા મળતો નથી. કુતુબ મિનાર એક અલગ માળખું છે અને તેનો નજીકની મસ્જિદ સાથે કોઈ સંબંધ નથી. તેમણે એમ પણ કહ્યું કે કુતુબ મિનારનો દરવાજો ઉત્તર દિશામાં છે, જેનો ઉપયોગ રાત્રે ધ્રુવ તારો જોવા માટે થાય છે.