1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. CBI ના પૂર્વ સ્પેશિયલ ડારેક્ટર રાકેશ આસ્થાના દિલ્હીના નવા પોલીસ કમિશ્નર બન્યા
CBI ના પૂર્વ સ્પેશિયલ ડારેક્ટર રાકેશ આસ્થાના દિલ્હીના નવા પોલીસ કમિશ્નર બન્યા

CBI ના પૂર્વ સ્પેશિયલ ડારેક્ટર રાકેશ આસ્થાના દિલ્હીના નવા પોલીસ કમિશ્નર બન્યા

0
Social Share
  • દિલ્હીના નવા કમિશ્નર બન્યા રાકેશ આસ્થાના
  • CBI ના પૂર્વ સ્પેશિયલ ડારેક્ટર રહી ચૂક્યા છે

 

દિલ્હીઃ સીબીઆઈના પૂર્વ સ્પેશિય ડાયરે્ટ એવા રાકેશ અસ્થાનાની દિલ્હી પોલીસ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. ગૃહમંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે અસ્થાનાનો કાર્યકાળ એક વર્ષનો રેહશે. તેઓ ગુજરાત કેડરના 1984 બેચના આઈપીએસ અધિકારી  બીએસએફના ડાયરેક્ટર જનરલ તરીકે ફરજ બજાવી રહ્યા હતા. જે આવનારી 31 જુલાઈએ નિવૃત્ત થવાના હતા. અસ્થાના સીબીઆઈના જોઇન્ટ ડાયરેક્ટર પણ રહી ચૂક્યા છે.

જ્યારે સીબીઆઈ એસપીના પદ પર ચારા કૌભાંડની તપાસ તેમના નેતૃત્વ હેઠળ કરવામાં આવી હતી. સીબીઆઈમાં હતા ત્યારે તત્કાલિન ડિરેક્ટર આલોક વર્મા સાથેના વિવાદ બાદ રાકેશ અસ્થાના ચર્ચામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમની નાગરિક ઉડ્ડયન સુરક્ષા અને નાર્કોટિક્સ નિયંત્રણ બ્યુરોના ડાયરેક્ટર જનરલ તરીકે પણ નિમણૂક કરવામાં આવી હતી.

એજીએમયુટી કેડરની બહારના આઈપીએસ અધિકારીને દિલ્હી પોલીસ કમિશ્નર તરીકે નિમણૂક આવ્યા હોય એવું ભાગ્યે જ જોવા મળે છે. સામાન્ય રીતે અરૂણાચલ પ્રદેશ-ગોવા-મિઝોરમ અને કેન્દ્ર શાસિત પ્રદેશો  અટલે કે એજીએમયુટી કેડર સાથે જોડાયેલા અધિકારીઓની જ  નિમણૂક આ પદ પર કરવામાં આવતી હોય છે. વરિષ્ઠ આઇપીએસ અધિકારી બાલાજી શ્રીવાસ્તવે તાજેતરમાં જ પોલીસ કમિશનર એસ.એન. શ્રીવાસ્તવની નિવૃત્તિ બાદ દિલ્હી પોલીસ કમિશનરનો કાર્યભાર સંભાળ્યો હતો.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code