
હરિયાણામાંથી ચારેક શંકાસ્પદ આતંકવાદીઓ ઝડપાયાઃ મોતનો સામાન જપ્ત કરાયો
નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હી નજીક હરિયાણામાં પોલીસે આતંકવાદીઓની મેલી મુરાદનો પર્દાફાશ થયો છે. હરિયાણાના કરનાલ 3થી 4 શંકાસ્પદ આતંકવાદીઓને જિલ્લા પોલીસે ઝડપી લીધા હતા. તેમજ તેમની પાસેથી એક પિસ્ટલ અને 31 કારસુતની સાથે 3 આઈઈડી પણ જપ્ત કરવામાં આવી છે. આતંકવાદીઓ પંજાબથી દિલ્હી જઈ રહ્યાં હતા ત્યારે જ પોલીસે તેમને ઝડવી લીધા હતા.
સુત્રોના જણાવ્યા અનુસાર પોલીસે વહેલી સવારે મધુબન નજીકથી શંકાસ્પદ આતંકવાદીઓને ઝડપી લીધા હતા. મોટરકારમાંથી શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો હતો. જેથી બોમ્બ સ્ક્વોડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારી સહિતનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ પોલીસ દ્વારા શંકાસ્પદ આતંકવાદીઓની આગવી ઢબે પૂછપરછ આરંભી છે. પોલીસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં આતંકવાદી પ્રવૃતિઓને નાથવા માટે સુરક્ષા એજન્સો દ્વારા અભિયાન ચાલી રહ્યું છે. સુરક્ષા એજન્સીઓ હલાવા સહિતના મુદ્દા ઉપર NIA સહિતની સુરક્ષા એજન્સીઓ તપાસ કરી રહી છે.