1. Home
  2. revoinews
  3. “સંક્રમણ કાળ”ની મધ્યસ્થ થીમ સાથે “વસુધૈવ કુટુંબકમ કી ઓર”ની ચોથી આવૃત્તિનું આયોજન
“સંક્રમણ કાળ”ની મધ્યસ્થ થીમ સાથે “વસુધૈવ કુટુંબકમ કી ઓર”ની ચોથી આવૃત્તિનું આયોજન

“સંક્રમણ કાળ”ની મધ્યસ્થ થીમ સાથે “વસુધૈવ કુટુંબકમ કી ઓર”ની ચોથી આવૃત્તિનું આયોજન

0
Social Share

(અલકેશ પટેલ) અમદાવાદ, 30 ડિસેમ્બર, 2025: Vasudhaiva Kutumbakam Ki Aur જ્યોત દ્વારા વસુધૈવ કુટુંબકમ કી ઓર કોન્ક્લેવની ચોથી આવૃત્તિ આગામી થોડા દિવસમાં યોજાઈ રહી છે. આ વર્ષે આ કોન્ક્લેવ આંતરરાષ્ટ્રીય સ્તરની રહેશે અને તેનું આયોજન મુંબઈમાં કરવામાં આવ્યું છે. 16થી 22 જાન્યુઆરી, 2026 દરમિયાન યોજાનાર આ કોન્ક્લેવનું આ વખતની મધ્યસ્થ થીમ સંક્રમણ કાળ (An era of Transition) છે.

પરમપૂજ્ય જૈનાચાર્ય યુગભૂષણસુરી પ્રેરિત જ્યોત સંસ્થાની સ્થાપના 2009માં થઈ હતી. સંસ્થા જ્ઞાન પ્રસારણ દ્વારા લોકોને સાચી દિશા બતાવવાનું ધ્યેય રાખે છે. ગુજરાતના સુપ્રસિદ્ધ હૃદયરોગ નિષ્ણાત ડૉ. ભાસ્કર શાહ તથા ક્વોલિટી કાઉન્સિલ ઑફ ઈન્ડિયાના ચેરમેન અને સાવી ઈન્ફ્રાસ્ટ્રક્ચરના મેનેજિંગ ડિરેક્ટર જક્ષય શાહ સહિત પ્રતિષ્ઠિત લોકો જેના ટ્રસ્ટી છે તેવી આ સંસ્થા તેમજ જૈનાચાર્ય યુગભૂષણસુરી ભારતીય પરંપરાઓને જીવંત રાખવા સતત સક્રિય છે. એ જ લક્ષ્યાંક સાથે આવતા મહિનાના ત્રીજા અઠવાડિયામાં મુંબઈમાં કોન્ક્લેવની ચોથી આવૃત્તિનું આયોજન થયું છે.

શું છે વસુધૈવ કુટુંબકમ કી ઓર?

આ કોન્ક્લેવના સત્રમાં જીઓપોલિટિકલ થીમઃ સંક્રમણ કાળ અને ભૂતકાળના પાઠ વિષય ઉપર દેશ અને દુનિયાના નિષ્ણાતો ચર્ચા અને મનોમંથન કરશે. જ્યારે અન્ય સત્ર કાનૂની થીમ ઉપર છે જેમાં નિષ્ણાતો અને વિદ્વાનો સંક્રમણ કાળમાં ભારતીય બંધારણ વિષય ઉપર મનોમંથન કરશે.

આ ઉપરાંત કોન્ક્લેવ દરમિયાન જીઓપોલિટિક્સ તેમજ કાનૂની એમ બંને વિષય ઉપર વિશાળ પ્રદર્શન પણ યોજાશે. આ પ્રદર્શનોમાં ભારતના સંદર્ભમાં વૈશ્વિક સ્થિતિ તેમજ ભારતની કાયદા વ્યવસ્થા અને તેમાં બંધારણની ભૂમિકા વિશે જ્ઞાનસભર માહિતી મેળવી શકાશે.

VK-4.0 ને સક્રિય સંસ્થાકીય ભાગીદારી અને અગ્રણી રાષ્ટ્રીય અને વૈશ્વિક થિંક-ટેન્ક તથા સંસ્થાઓ સાથે બૌદ્ધિક સહયોગ દ્વારા આકાર આપવામાં આવી રહ્યો છે. ભારતનું વિદેશ મંત્રાલય (MEA), વિવેકાનંદ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન (VIF), ઇન્ડિયા ફાઉન્ડેશન, નાલંદા યુનિવર્સિટી, મહારાષ્ટ્ર નેશનલ લૉ યુનિવર્સિટી (MNLU), બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયા-સંલગ્ન સંસ્થાઓ જેમ કે બોમ્બે બાર એસોસિએશન અને બોમ્બે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સોસાયટી (BCAS) તથા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (NMICJ)નો સમાવેશ થાય છે.

આ વખતની કોન્ક્લેવને રાજદ્વારી, કાયદો અને વ્યૂહાત્મક બાબતોના નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન મળી રહ્યું છે. આ નિષ્ણાતોની સમિતિમાં રાજદૂત હર્ષવર્ધન શ્રૃંગલા, સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના ભૂતપૂર્વ કાયમી પ્રતિનિધિ રુચિરા કંબોજ, ભારતની સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ બી. એન. શ્રીકૃષ્ણ તથા ઈન્ડિયા ફાઉન્ડેશનના ડિરેક્ટર શ્રી શૌર્ય ડોવલનો સમાવેશ થાય છે.

કોન્ક્લેવ અંગે પ્રતિભાવ આપતા પંડિત મહારાજ સાહેબે જણાવ્યું કે, દરેક યુગમાં એવો સમય આવે છે જ્યારે સંચિત વિચારો, પ્રણાલી અને માળખા તેમની ઉપયોગીતા કરતાં વધુ વિકાસ કરવાનું શરૂ કરે છે. સંક્રમણ કાળ એ વિશ્વ માટે એક એવી ક્ષણ છે, જ્યાં બાહ્ય પ્રગતિ ઝડપી થઈ છે, પરંતુ તેમને જાળવી રાખતી રચનાઓ જૂની અને બિન-અસરકારક છે. આ સંક્રમણ ફક્ત રાજકીય કે આર્થિક નથી; તે મૂળભૂત રીતે નૈતિક અને આધ્યાત્મિક છે. માનવતાને પ્રભુત્વ અને નિષ્કર્ષણના યુગથી જવાબદારી, સંયમ અને પરસ્પર નિર્ભરતાના યુગ તરફ આગળ વધવા માટે કહેવામાં આવી રહ્યું છે. ન્યાયનું શાસન, વસુધૈવ કુટુમ્બકમ જેવા પ્રાચીન સિદ્ધાંતો આ પરિવર્તનને પાર કરવા માટે દિશા નિર્દેશ પૂરો પાડે છે.

આ પણ વાંચોઃ જાણીતા અધ્યાત્મિક વક્તા અખંડ સ્વામીએ રિવોઈ ઑફિસની મુલાકાત લીધી

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code