
ખાટ્ટી છાસથી લઈને ઘીમાંથી નીકળતું બગડું ફેંકતા પહેલા આ વાંચીલો, ગૃહિણીઓના ખૂબ જ કામની ટિપ્સ
સાહિન મુલતાની-
- દરેક વસ્તુમાંથી બચતા પાણીનો આ રીતે કરો ઉપયોગટ
- કિચનની વેસ્ટ સામગ્રીનો સાચો ઉપયોગ કરો
સામાન્ય રીતે દરેક ગૃહિણીઓ ઈચ્છતી હોય છે કે તેમના કિચનમાં રહેલી કોઈ વસ્તુનો બગાડ ન થાય અને દરેક વસ્તુનો સાચો ઉપયોગ કરીને તેને કામમાં લઈ શકે, ત્યારે આજે આપણે રસોઈ ઘરમાં બનતી એવી કેટલીક વસ્તુઓની વાત કરીશું જે તમને પહેલી નજરમાં જોતા સાવ નકામી લાગશે, અને કેટલીક ગૃહિણીઓ તો તેને ફેંકી દેતી હશે પણ આવી કેટલીક વસ્તુઓ કે જેનો આપણે એનેક વાગનીમાં ઉપયોગ કરીને વ્સતુના બદાડને અટકાવી શકીે છે,તો ચાલો જોઈએ કંઈ- કંઈ વસ્તુઓ એવી છે જેનો બગાડ થતા આપણે રોકી શકીએ છીએ અને તેનો સાચો ઉપોયગ કરી શકીએ છીએ.
ઘી બનાવતા વખતે બચેલો માવો કે વેસ્ટ (બગરુ)
જ્યયારે આપણે ઘરે ઘી બનાવીએ છીએ ત્યારે ઘી બની ગયા બાદ તેનો વેસ્ટ કે જેને ઘણા ઘરોમાં બગરું કહેવામાં આવે છે, તેને ફેંકી દેતા હોઈ છીએ ,પરંતુ આ વેસ્ટ કે માવામાં સરખા પ્રમાણમાં ગોળ અને અડઘા ભાગનો ઘંઉનો લોટ લઈને તેની સુખડી બનાવી શકો છો, તેમાં ઘીનું પ્રમાણ તો પહેલાથી જ હોય છે,જેથી આ સુખડી ખૂબજ સરસ લાગે છે.
પનીર બનાવતા વખતે બચતું પાણી
જ્યારે આપણે આપણા કિચનમાં પનીર બનાવીએ છીએ ત્યાર બાદ જે પાણી બચે છે તે ફેંકી દેતા હોઈએ છીએ, જો કે આ પાણી હલકું અને શીઘ્ર પચી જનારું હોય છે. બાળકને જો ઝાડા થઇ ગયા હોય તો તેના માટે આ અતિ ઉત્તમ રહેશે. આ સિવાય આ પાણીથી લોટ પણ બાંધી શકાય છે જેનાથી રોટલી સોફ્ટ બને છે.
છાસ કે દંહી ઉપર તરતું પાણી
ઘણી વખત છાસ કે દંહી પર વધારાનું પાણી તરી આવે છે જેને મોટા ભાગના લોકો નીકાળીને ફેંકી દે છે, પરંતુ આ પાણીનો ખૂબ સારો ઉપયોગ તમે કરી શકો છો, જો તમારે ઠોકળા, ઈદળા કે ઢોંસાનું ખીરુ પલાળવું હોય ત્યારે આ પાણી નાખી શકો જેનાથી ખટાશ આવે છે, ા સાથે જ મકાઈના ખટ્ટ મીઠા વડા બનાવવામાં પણ આ પાણ ીવાપરી શકો છો.
ચોખા ઓસાવતી વખતે બચેલું પાણી
જ્યારે આપણે ચોખા ઓસાવીએ છીએ ત્યારે ઘણું બધુ પાણ ીબચે છે જેને ફેંકી દેતા હોઈએ છીએ, આ પાણીનો ઉપયોગ જાણીને તમને ોક્કસ નવાઈ લાગશે, આ પાણી કપડા માટે કામમમાં આવે છે, જો કોી તમારા કપડનો કલર જતો હોઈ તો તેને આ પાણીમાં પલાળીને ઘોઈ નાખવા જેનાથી કલર જશે નહી.અને કપડુ પણ કડક બનશે
ગુલાંબ જાંમુની ચાસણી
આ ચાસણીમાં તમે ઘંઉનો કે મેંદાનો લોટ બાંધીને પુરી કે મીઠા ખાખરા બનાવી શકો છો અથવા તો શક્કર પારા બનાવવા માટે આ ચાસણીનો ઉપયોગ કરી શકો છો
બગડી એથવા ફાટી ગયેલું દૂધ
બગડેલા અથવા ફાટલે દૂધનો સાચો ઉપયોગ કરી શકો છો, તેમાંથી દહીં તથા, સરમલાઈ બની શકે છે, આ માટે થોડું દૂઘને ગરમ કરી લીબું નાખીને બરાબર ફાડી લો, ત્યાર બાદ તેને ઉકળવાદો ,જ્યારે પાણી છૂટૂ પડી જાય ત્યારે પાણ ીનિતારી લો તેના માવામાંથી રસમલાીની ટિક્ક અથવા પનીર બનાવી શકો છો.