1. Home
  2. ગુજરાતી
  3. ‘ફુકરે 3’ અને ‘ધ વેક્સીન વોર’ ફિલ્મ થઈ રિલીઝ,પ્રથમ દિવસે કઈ ફિલ્મ મારશે બાજી ?
‘ફુકરે 3’ અને ‘ધ વેક્સીન વોર’ ફિલ્મ થઈ રિલીઝ,પ્રથમ દિવસે કઈ ફિલ્મ મારશે બાજી ?

‘ફુકરે 3’ અને ‘ધ વેક્સીન વોર’ ફિલ્મ થઈ રિલીઝ,પ્રથમ દિવસે કઈ ફિલ્મ મારશે બાજી ?

0
Social Share

મુંબઈ: આજે સિનેમાઘરોમાં બે ફિલ્મ રિલીઝ થઈ છે. જેથી ચાહકોને આજે મનોરંજનનો ડબલ ડોઝ જોવા મળશે. કારણ કે ‘ફુકરે 3’ અને ‘ધ વેક્સીન વોર’ આજે એટલે કે 28 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ બે અલગ-અલગ જોનરની ફિલ્મો વચ્ચે બોક્સ ઓફિસ પર જોરદાર ટક્કર થઈ શકે છે.

ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીના એક્સેલ એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ બનેલી ‘ફુકરે 3’ની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. કોમેડીથી ભરપૂર ‘ફુકરે 3’ને લઈને ચાહકોમાં ભારે ક્રેઝ છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ‘ફુકરે 3’ પહેલા દિવસે બોક્સ ઓફિસ પર શાનદાર શરૂઆત કરી શકે છે.

અંદાજિત આંકડાઓ અનુસાર, એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ડિરેક્ટર મૃગદીપ સિંહ લાંબાની ફુકરે 3 રિલીઝના પહેલા દિવસે બોક્સ ઓફિસ પર 8 થી 10 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી શકે છે. જે રીતે ફિલ્મને લઈને ચર્ચાઓ ચાલી રહી છે અને એડવાન્સ બુકિંગ થઈ રહ્યું છે,તે મુજબ, ‘ફુકરે 3’ શરૂઆતના દિવસે આટલું બૉક્સ ઑફિસ કલેક્શન કરી શકે છે. આ ફિલ્મમાં પુલકિત સમ્રાટ, રિચા ચઢ્ઢા, પંકજ તિવારી, વરુણ શર્મા અને મનજોત સિંહ મુખ્ય ભૂમિકામાં છે.

‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની અપાર સફળતા બાદ હવે નિર્દેશક વિવેક અગ્નિહોત્રી ફિલ્મ ‘ધ વેક્સીન વોર’ લઈને આવ્યા છે. મેકર્સને આ ફિલ્મથી ઘણી આશાઓ છે, જે કોરોના સમયગાળા દરમિયાન ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા બનાવવામાં આવેલી કો-વેક્સિનની વાર્તા દર્શાવે છે.

જો આપણે ધ વેક્સીન વોરના અંદાજિત ઓપનિંગ ડે બોક્સ ઓફિસ કલેક્શનના આંકડાઓ પર નજર કરીએ તો, આ ફિલ્મ પહેલા દિવસે 5-7 કરોડ રૂપિયાના બિઝનેસ સાથે તેનું ખાતું ખોલી શકે છે. આ ફિલ્મમાં નાના પાટેકર, પલ્લવી જોશી, રાયમા સેન અને અનુપમ ખેર જેવા ઘણા કલાકારો મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

ત્યારે જોવાનું એ રહેશે કે કઈ ફિલ્મ બોક્સ ઓફિસ પર મચાવશે ધૂમ

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code