G-20 વિદેશ મંત્રીઓએ આબોહવા પરિવર્તન, આતંકવાદ અને માદક પ્રદાર્થોના નિયંત્રણ પર મજબૂત આંતરરાષ્ટ્રીય સહયોગનું આહવાન કર્યું
- જી 20ની બેઠકમાં વિદેશમંત્રીઓની પરસ્પર સહમતિ
- આતંદવાદ અને આબોહવા પરિવર્તનને લઈને ચર્ચા
દિલ્હી- ભારત જી-20ની અધ્યક્ષતા કરી રહ્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જી-20 વિદેશ મંત્રીઓની બેઠકને સંબોધન કરતાં ભારત આવી પહોંચેલા જી-20 દેશોના વિદેશ મંત્રીઓનું સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું કે આ બેઠક એકતા, એક હેતુ અને કાર્યવાહીની એકતાની જરૂરિયાતને બળ આપે છે. ભારત વૈશ્ર્વિક સાઉથનો અવાજ છે. આ થા જ જી 20 દેશોના વિદેશ મંત્રીઓ ગઈકાલે દિલ્હીમાં મળ્યા હતા. આ મિટિંગ દરમિયાન આ મંત્રીઓ વચ્ચે આબોહવા પરિવર્તન, ખાદ્ય અને ઊર્જાની અસુરક્ષા અને વૈશ્વિક પુરવઠા શૃંખલાઓમાં વિક્ષેપ સહિત વર્તમાન વૈશ્વિક પડકારો પર ચર્ચા કરવામાં આવી હતી. વિદેશ મંત્રીઓએ પેરિસ સમજૂતીના સંપૂર્ણ અને અસરકારક અમલીકરણને મજબૂત કરીને આબોહવા પરિવર્તન સામે લડવાના જી-20 નેતાઓના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો.
આ સહીત મંત્રીઓની બેઠક પૂર્મ થયા પછી જાહેર કરાયેલા દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે સભ્ય દેશોના વિદેશ મંત્રીઓએ બહુપક્ષીયવાદને મજબૂત કરવા, આબોહવા અને પર્યાવરણ સંરક્ષણ માટે જરૂરી પગલાં, ટકાઉ વિકાસ પર સહયોગ વધારવા, આતંકવાદ સામે લડવા અને આપત્તિના જોખમમાં ઘટાડો જેવા મુદ્દાઓ પર વિચાર કર્યો હતો.
જો બેઠક વિશે વાત કરવામાં આવે તો આ બેઠકમાં રશિયા-યુક્રેન સંઘર્ષની વૈશ્વિક અર્થવ્યવસ્થા પરની અસર અંગે ચર્ચા કરવામાં આવી હતી. વિદેશ મંત્રીઓએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય કાયદા અને શાંતિ અને સ્થિરતાને જાળવી રાખવી જરૂરી છે. પરમાણુ શસ્ત્રોના ઉપયોગની ધમકી અસ્વીકાર્ય છે અને સંઘર્ષનો શાંતિપૂર્ણ ઉકેલ શોધવો જરૂરી છે.