1. Home
  2. ગુજરાતી
  3. ઉત્તરાખંડમાં આજથી જી-20ની  ઈન્ફ્રાસ્ટ્રક્ચર વર્કિંગ ગ્રૂપની બેઠકનો આરંભ- આ મુદ્દાઓ પર ચર્ચા કરાશે
ઉત્તરાખંડમાં આજથી જી-20ની  ઈન્ફ્રાસ્ટ્રક્ચર વર્કિંગ ગ્રૂપની બેઠકનો આરંભ- આ મુદ્દાઓ પર ચર્ચા કરાશે

ઉત્તરાખંડમાં આજથી જી-20ની  ઈન્ફ્રાસ્ટ્રક્ચર વર્કિંગ ગ્રૂપની બેઠકનો આરંભ- આ મુદ્દાઓ પર ચર્ચા કરાશે

0
Social Share

દેહરાદૂનઃ– ઉત્તરાખંડમાં જ્યાં ચોમાસુાનું આગમન થી ગયું છે ત્યારે આજથી બીજી તરફ જી 20ની ઈન્ફ્રાસ્ટ્રક્ચર વર્કિંગ ગૃપની બેઠક આજે સોમવારથી શરુ થઈ ચૂકી છે આ બેઠકમાં અનેક મુદ્દાઓ ને લઈને ચર્ચાઓ કરવામાં આવશે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે આજે 26 જુનથી ત્રીજી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વર્કિંગ ગ્રૂપની બેઠક ઉત્તરાખંડના નરેન્દ્રનગરમાં શરુ થવા જઈ રહી થે. આ બેઠક 26 જૂનથી 28 જૂન સુધી ચાલશે. આ બેઠકમાં જી 20 સભ્યોના 16 દેશોના પ્રતિનિધિઓ હાજર રહ્યા છે જ્યારે 4 દેશોના પ્રતિનિધિઓ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈ શકે છે.

જાણકારી અનુસાર  આ બેઠકના પ્રથમ દિવસે શહેરોના મૂળભૂત માળખાકીય વિકાસમાં ખાનગી જૂથોની ભાગીદારી અંગે ચર્ચા કરવામાં આવશે. જો કે આ બેઠકમાં ભાગ લેવા માટે ઘણા દેશોના પ્રતિનિધિઓ વિતેલા દિવસથી જ ઉત્તરાખંડ આવી પહોંચ્યા છે.

માહિતી પ્રમાણે જી-20 ઈન્ફ્રાસ્ટ્રક્ચર વર્કિંગ ગ્રુપની આ બેઠક આજથી શરૂ થશે. આ બેઠકમાં G-20 દેશોના 63 પ્રતિનિધિઓ અને અન્યો ભાગ લઈ રહ્યા છે. તેમાંથી 8 આમંત્રિત દેશોના પ્રતિનિધિઓ અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ સામેલ છે. અનેક વિષયો પર ચર્ચા થશે, વર્કિંગ ગ્રૂપની બેઠકના પહેલા જ દિવસે શહેરોમાં પાયાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર ચર્ચા કરવામાં આવશે.

આ ચર્ચામાં ભાવિ શહેરોનો વિકાસ કેવી રીતે કરીશું જેથી તેમાં રહેતા લોકોને તમામ સુવિધાઓ સમાન રીતે મળી શકે. એટલું જ નહીં, સરકારની ખાનગી સંસ્થાઓનો હિસ્સો વધારવા અને શહેરોના માળખાકીય વિકાસમાં તેમનું યોગદાન સુનિશ્ચિત કરવા માટે પણ ચર્ચા કરવામાં આવશે

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code