1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગરઃ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની મદદથી પોલીસને ગુનેગારોને દબોચી લેવાયાં
ગાંધીનગરઃ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની મદદથી પોલીસને ગુનેગારોને દબોચી લેવાયાં

ગાંધીનગરઃ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની મદદથી પોલીસને ગુનેગારોને દબોચી લેવાયાં

0
Social Share

અમદાવાદઃ દેશમાં છેલ્લા કેટલાક સમયમાં ઈન્ટરનેટના વપરાશની સાથે સોશિયલ મીડિયાનો ઉપયોગ વધ્યો છે. દરમિયાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મની મદદથીં ગાંધીનગર પોલીસે લૂંટના ગુનાનો ભેદ ઉકેલીને બે લૂંટારુઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર અડાલજ નજીક નર્મદા કેનાલ પાસે એક રિક્ષા ચાલકને અટકાવીને અન્ય રિક્ષામાં આવેલા લૂંટારુઓએ ધમકી આપીને રોકડ રૂ. 50 હજારની લૂંટ ચલાવી હતી. આ અંગે પીડિત રિક્ષા ચાલકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને તપાસ આરંભી હતી. પોલીસને તપાસ દરમિયાન સ્થળ પરથી એક લૂંટારુનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો.

લૂંટારુઓએ રિક્ષા ચાલક ઉપર કહેલા હુમલા દરમિયાન એક આરોપીનો મોબાઈલ પડી ગયો હતો. અડાલજ પોલીસે ઘટના સ્થળ પરથી મળેલા આરોપીના મોબાઇલની તપાસ કરતા સામે આવ્યું કે આરોપીઓ સોશિયલ મીડિયામાં એક્ટિવ હતા અને રીલસ બનાવવાના પણ શોખીન હતા. જેના આધારે પોલીસે આરોપીઓની ઓળખ કરી હતી.

આરોપીના મોબાઇલમાંથી અનેક રિલસ્ પણ મળી આવી હતી. જેમાં હથિયારો વડે જાહેર રસ્તાઓ પર રીલસ બનાવવામાં આવી હતી તેમજ રિક્ષાઓમાં પણ સ્ટંટ કરતી રિલ્સ પણ બનાવવામાં આવી હતી. જોકે આ બધી રીલ્સમાં દેખાતા ચહેરાઓ પોલીસ માટે ઉપયોગી સાબિત થયા હતા. આ લોકો ફરી વખત નર્મદા કેનાલની આસપાસ આવતા પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી.

પોલીસે સોશિયલ મીડિયાના આધારે લૂંટ કરનાર રાહુલ ઠાકોર અને દિપેશ અગ્રવાલ નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપીઓ ભાડેથી રીક્ષા ચલાવવાનો ધંધો કરતા હતા. સાથે જ અમદાવાદ શહેર તેમજ ગાંધીનગરમાં ઓછી ભીડભાડવાળી જગ્યાઓ કે રસ્તાઓ પર એકલ દોકલ જતાં લોકો પાસે લૂંટને પણ અંજામ આપતા હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code