
સુરતની પ્રિન્ટિંગ મીલ પાસે ટેન્કરમાંથી ગેસ લીક થવાની ઘટના- 6 લોકોના મોત, 15થી વધુની હાલત ગંભીર
- સુરત પ્રિન્ટિંગ મીલમાં ગેસ લીક થયો
- શ્વાસ રુંધાતા 6 ના થયા મોત
- 20 લકો ગંભીર હોવાની માહિતી
અમદાવાદ – ગુજરતા રાજ્યના ડાયમંડ સિટી ગણાતા સુરતમાં આજે વહેલી સવારે એક એટના સામે આવી છે, પ્રાપ્ત માહિતી આજરોજ ગુરુવારે અહીંની એક પ્રિન્ટિંગ મિલ પાસે વહેલી સવારે ગેસ લીક થવાની ઘટના બની છે, આ ઘટનામાં છ મજૂરોના શ્વાસ રૂંધાઈ જતા મોત નિપજ્યા છે, આ સાથે જ 15થી વધુ લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય રહ્યું છે.
મળતી માહિતી મુજબ સુરત સ્થિતિ સચિન GIDC માં રવિશ્વ પ્રેમ ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ મિલ પાસે કેમિકલ ટેન્કરમાંથી ગેસ લીક થવાને કારણે આ અકસ્માત થયો હતો.જેમા મોટી સંખ્યામાં લોકો ગંભીર થયા છે,પાર્ક કરેલ આ ટેન્કર લીકેજ થતા દુર્ઘટના ઘટી છે. આ ટેન્કર જ્યાં પડ્યું હતું એ રાજકમલ ચોકડી પ્લોટ નંબર 362 બહાર ટેન્કરની થોડે દૂર મજૂરો સૂતા હતા. વહેલી સવારે આ ઘટના ઘટ્યા બાદ બાદ ફાયર વિભાગ દોડતું થયું છે.
જણાવવામાં આવી રહ્યું છે કે મિલની પાસે એક ગટર છે. વહેલી સવારે એક ટેન્કરમાંથી ઝેરી કેમિકલ લીક થયો હતો. તે જ સમયે, ગટરમાંથી ઝેરી ગેસ નીકળવા લાગ્યો. મિલ કામદારો પણ તેની ઝપેટમાં આવી ગયા અને ઘટના સ્થળે જ લોકોનો શ્વાસ રૂંધાવા લાગ્યો. આ માહિતી લોકો સુધી પહોંચતા જ ખળભળાટ મચી ગયો હતો.
ત્યારે હવે આ સમગ્ર મામલે પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. તે જ સમયે, ગંભીર સ્થિતિમાં લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ આ અકસ્માતમાં છ લોકોના મોત થયા છે. અકસ્માતનું ચોક્કસ કારણ હજુ જાણવા મળી રહ્યું છે.