GCCI બિઝનેસ વુમન કમિટી દ્વારા “જર્નલિંગ ફોર લીડરશીપ ક્લેરિટી” વિષય પર વર્કશોપનું આયોજન
અમદાવાદ, 14 ફેબ્રુઆરી, 2026 – GCCI Business Women Committee નિયમિત જર્નલિંગ વર્ક–લાઇફ બેલેન્સ જાળવવામાં, આત્મજાગૃતિ વધારવામાં અને પોતાની શક્તિઓનો યોગ્ય ઉપયોગ કરવામાં મદદરૂપ બને છે તેમ એડિટોરિયલ સ્ટ્રેટેજીસ્ટ અદિતિ શુક્લા ફોજદારે જણાવ્યું હતું. તેઓ GCCIની બિઝનેસ વુમન કમિટી દ્વારા શુક્રવારે 13 ફેબ્રુઆરી, 2026 ના રોજ “જર્નલિંગ ફોર લીડરશીપ ક્લેરિટી” વિષય પર આયોજિત એક વર્કશોપમાં બોલી રહ્યા હતા. અદિતિ શુક્લા ફોજદાર આ વર્કશોપમાં મુખ્ય વક્તા તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

GCCIના માનદ મંત્રી સુધાંશુ મહેતાએ વર્કશોપમાં ઉપસ્થિત તમામ નિમંત્રિતો અને માનનીય વક્તાનું સ્વાગત કર્યું હતું અને પોતાના સંબોધનમાં નેતૃત્વમાં સ્પષ્ટતા મેળવવા માટે જર્નલિંગ ફોર લીડરશીપ ક્લેરિટી વર્કશોપના મહત્ત્વ પર ખાસ ભાર મૂક્યો હતો.
આ પણ વાંચોઃ મહાશિવરાત્રી : વૈજ્ઞાનિક અને ખગોળીય મહત્તાનો અભ્યાસ
આ પ્રસંગે વક્તવ્ય આપતા GCCI BWCના ચેરપર્સન આશાબેન વઘાસિયાએ મુખ્ય વક્તા અદિતિ શુક્લા ફોજદારનો તેઓની ઉપસ્થિતિ માટે ખૂબ આભાર માન્યો હતો. તેઓએ જર્નલિંગના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો અને ઉમેર્યું હતું કે જર્નલિંગ આપણને લાંબા સમય સુધી વસ્તુઓ યાદ રાખવામાં તો મદદ કરે જ છે પરંતુ સાથે સાથે વિવિધ પરિસ્થિતિને વધુ સારી રીતે સમજવામાં પણ મદદરૂપ થાય છે.
તેઓએ વૈશ્વિક ઇતિહાસના અનેક અગ્રગણ્ય નેતાઓની જર્નલ રાખવાની પદ્ધતિનો ઉલ્લેખ કર્યો હતો. તેઓએ એક થેરાપી તરીકે તેમજ એડ-મેમરી તરીકે પણ જર્નલની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેઓએ જર્નલ રાખવા બાબત વિવિધ નામાંકિત વ્યક્તિઓનાં ઉદાહરણ પણ આપ્યાં હતાં. સુશ્રી સલોમી શાહે વક્તાનો ઔપચારિક પરિચય રજૂ કરતાં તેમની નોંધપાત્ર સિદ્ધિઓ અને પ્રતિષ્ઠિત વ્યાવસાયિક ઉપલબ્ધિઓથી ઉપસ્થિતિ સૌને માહિતગાર કર્યા હતા.

શું સલાહ આપી અદિતિ શુક્લા ફોજદારે?
સત્ર દરમિયાન “સમસ્યા યોગ્ય રીતે રજૂ થાય તો તે અડધી ઉકેલાઈ જાય છે” આ વિચાર પર ભાર મૂકવામાં આવ્યો અને જર્નલિંગને સ્પષ્ટતા વધારવા તથા Decision Fatigue ઘટાડવા માટેની અસરકારક ટેવ તરીકે રજૂ કરવામાં આવ્યું હતું.
અદિતિ શુક્લા ફોજદારે જણાવ્યું કે નિયમિત જર્નલિંગ વર્ક–લાઇફ બેલેન્સ જાળવવામાં, આત્મજાગૃતિ વધારવામાં અને પોતાની શક્તિઓનો યોગ્ય ઉપયોગ કરવામાં મદદરૂપ બને છે. આજના ધ્યાન ભંગ કરનાર અને સામાજિક રીતે વધુ પ્રતિબદ્ધ પરિસ્થિતિમાં તેમણે વ્યક્તિગત Tension Map અને CORE ફ્રેમવર્ક — Critical, Other, Repeating, Emotional Residues — જેવાં સાધનો દ્વારા વિચારો અને પ્રવૃત્તિઓને વ્યવસ્થિત કરવાની રીત સમજાવી હતી.
આ પણ વાંચોઃ એએમસી દ્વારા સિટી મોબિલિટી વિષય પર ત્રણ દિવસીય ‘AmdavadNXT’ પ્રદર્શન યોજાશે
તેમણે જર્નલિંગને નેતૃત્વ માટેના અસરકારક સાધન તરીકે વર્ણવ્યું, જે ખાનગી અને પદ્ધતિસર વિચારપ્રક્રિયા માટે ઉપયોગી બને છે. આ ટેવ આયોજન, પ્રાથમિકતા નક્કી કરવા, સમય સંચાલન તથા લોકો અને પરિણામોના સંચાલનમાં મદદરૂપ બની આંતરિક અને બાહ્ય બંને પ્રકારના નેતૃત્વ વિકાસને પ્રોત્સાહિત કરે છે. વર્કશોપને અંતે બિઝનેસ વુમન કમિટીના મેમ્બર સુશ્રી મિતાલી શાહ દેસાઈએ આભારવિધિ કરી હતી.


