
જર્મની: 60 વર્ષથી ઓછી વયના લોકો માટે એસ્ટ્રાઝેનેકા રસી પર પ્રતિબંધ
- જર્મનીમાં એસ્ટ્રાઝેનેકા રસી પર લગાવાઈ રોક
- 60 વર્ષથી ઓછી વયના લોકો માટે લગાવી રોક
- લોહીના ગંઠાઇ જવાના કુલ 31 કેસો આવ્યા સામે
દિલ્લી: જર્મનીના આરોગ્ય અધિકારીઓએ મંગળવારે જાહેરાત કરી હતી કે, એસ્ટ્રાઝેનેકા કોરોના વાયરસ રસીનો ઉપયોગ ફરી એકવાર 60 વર્ષથી ઓછી વયના લોકો માટે સ્થગિત કરવામાં આવ્યો છે. રસી લેતા લોકોમાં લોહીના ગંઠાઈ જવાના અસામાન્ય અહેવાલો બાદ તાજેતરમાં આ પગલું લેવામાં આવ્યું છે.
બર્લિન,મ્યુનિખ અને બ્રાન્ડેનબર્ગના પૂર્વ પ્રાંતના અધિકારીઓએ રસીકરણને અસ્થાયીરૂપે બંધ કરવાનો નિર્ણય કર્યો. આ સંદર્ભે, મંગળવારે જર્મનીના 16 રાજ્યોના પ્રતિનિધિઓ બેઠક કરશે.
દેશના તબીબી નિયામકે જણાવ્યું હતું કે, 29 માર્ચ સુધીમાં એસ્ટ્રાઝેનેકા રસી લેતા લોકોમાં લોહીના ગંઠાઇ જવાના કુલ 31 અહેવાલો પ્રાપ્ત થયા હતા. તેમાંથી નવ લોકોનું મોત પણ નિપજ્યું છે અને મોટાભાગના કેસોમાં 20 થી 63 વર્ષની વયના હતા.
આ દરમિયાન ચાન્સેલર એન્જેલા મર્કેલ અને સ્વાસ્થ્યમંત્રી જેન્સ સ્પેન મંગળવારે મોડી રાત્રે રાજ્યો સાથેની તેમની બેઠકના પરિણામ અંગે એક પત્રકાર પરિષદ યોજાનાર છે.
જો કે જર્મનીમાં સતત કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે અને સરકાર દ્વારા લોકોને અપીલ પણ કરવામાં આવી છે કે સતર્ક અને સલામત રહે.
-દેવાંશી