1. Home
  2. ગુજરાતી
  3. શરદીથી મેળવો હંમેશા માટે છૂટકારો, ઘરેલુ ઉપચારોથી મળશે રાહત
શરદીથી મેળવો હંમેશા માટે છૂટકારો, ઘરેલુ ઉપચારોથી મળશે રાહત

શરદીથી મેળવો હંમેશા માટે છૂટકારો, ઘરેલુ ઉપચારોથી મળશે રાહત

0
Social Share
  • શરદીથી મળી શકે છે કાયમ માટે છૂટકારો
  • ઘરેલુ ઉપચાર આપી શકે છે મોટી રાહત
  • આ રીતે કરો શરદીને હંમેશા માટે દૂર

શરદી એક એવી બીમારી છે કે જેમાં કોઈ પણ વ્યક્તિને સૌથી વધારે કંટાળો આવે તથા બેચેનીનો અહેસાસ થાય. શરદીને લઈને લોકો એવું પણ કહે છે કે શરદી અમુક દિવસ તો રહે જ, પરંતુ કેટલાક એવા ઉપચાર પણ છે કે જેના દ્વારા શરદીને હંમેશા માટે દૂર કરી શકાય છે.

શરદીના પૂર્વ લક્ષણોમાં બેચેની, પીડા અને થોડો તાવ પણ આવે છે. ત્યાર પછી નાકમાં પાણી નિતરવા લાગે છે અને છીંકનું પ્રમાણ વધી જાય છે. આ સાથે ઘણા દર્દીઓને ઉધરસથી કાનમાં ધાક પડવી, થોડો શ્વાસ અવરોધ થવો પણ થાય છે.

શરદી થવા પાછળના કારણોમાં ભેજ, પ્રદૂષણ, આહારની વિષમતા, અધિક પરિશ્રમ, ઉજાગરો, ટેન્શન, પાણીથી કે વરસાદથી પલળવું, ઠંડી હવામાં સૂવું, મધ, તમાકુની ટેવ તથા છીંક, બગાસુ જેવા શરીરના સ્વાભાવિક વેગોને રોકવાથી પણ આ શરદીને આમંત્રણ મળે છે. ઠંડી ચીજોનો વધારે પડતો ઉપયોગ કે સેવન પણ શરદીને વધારે છે.

જો શરદીની શરૂઆતમાં જ હળદર અને સૂંઠ નાખેલું દૂધ સવારે અને રાત્રે લેવામાં આવે અથવા ત્રિફળાચૂર્ણથી પેટ સાફ કરવામાં તો શરદી ચાર પાંચ દિવસમાં મટી જાય છે. શરદી વખતે જો નાકમાં ખૂબ સળવળાટ થતો હોય તો નાકમાં ચાર-પાંચ ટીપાં ષદબિંદુ તેલના નાંખવા જોઈએ. જો તે પણ ન મળે તો લવગાંદી તેલ સૂંઘવું જોઈએ. જો વરસાદના ભેજથી કે પલળવાથી શરદી થઇ હોય તો સૂંઠ, લવિંગ, તુલસી, કાળા મરી અને દાલચીની નાખીને બનાવેલી ચા દિવસમાં ત્રણવાર પીવાથી મટી જાય છે.

સૂંઠ, મરી અને દાલચીની આ ત્રણે ઔષધિ પણ શરદીમાં રામબાણ ઈલાજ માનવામાં આવે છે. ત્રણેય ઔષધિઓને સરખા ભાગે લઈ ચૂર્ણ બનાવી બાટલીમાં ભરી રાખવી. સાથે અડધી ચમચી જેટલું આ ચૂર્ણ બેથી ત્રણ ચમચી મધ સાથે સવારે અને રાત્રે લેવાથી શરદી મટી જાય છે.

જો કે તમામ આ લેખ વાંચનાર તમામ લોકોને જાણકારી મળે તે માટે આ માહિતી લખવામાં આવી છે પણ ક્યારેય કોઈ અનુભવ કરતા પહેલા તમારા ડોક્ટરની કે તમારા નજીકના ડોક્ટરની સલાહ પણ જરૂરથી લેવી જોઈએ.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code