
ઘોની એન્ટરટેઈન્મેન્ટ કંપની એનિમેટેડ જાસૂસ વર્લ્ડ બનાવશે – આ ફિક્શન શો ને ‘કેપ્ટન સેવન’નામ આપવામાં આવ્યું
- ઘોનીની કંપની બનાવશે વેબ સિરીઝ
- એનિમેટેટ ‘કેપ્ટન સેવન; બનાવશે ઘોનીની એન્ટરટેઈન્મેન્ટ કંપની
મુંબઈ – ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીના જીવન આઘાર પર બનેલી ફિલ્મ, ‘એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’ ખૂબ પ્રિય બની હતી, આ ફિલ્મ બનાવ્યા બાદ ફિલ્મ મેકર્સ એ તેની સિક્વલ બનાવવાની ના કહી હતી, ત્યારે હવે તેમને બદલે કંપની ધોની એન્ટરટેઈનમેન્ટ હવે યશ રાજ ફિલ્મ્સની તર્જ પર જાસૂસી દુનિયા બનાવવા જઈ રહ્યા છે, આ જાસૂસની દુનિયા એનિમેશનથી બનાવવામાં આવશે.
ધોની એન્ટરટેઈનમેન્ટની શરૂઆતથી જ તેની કામગીરી પર ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝની ખાસ નજર રહી છે, પ્રથમ અંધેરી પશ્ચિમમાં ધોનીની કંપનીની સ્થાપનાની જાણ થઈ. વર્સોવા મેટ્રો સ્ટેશનની ખૂબ નજીકમાં પોશ બિલ્ડિંગમાં કંપનીએ તેની ઓફિસ ખોલી છે. આ કંપની ખોલતા પહેલા ધોની તેના દરેક કામ તેના જુના મિત્ર અરુણ પાંડે સાથે મળીને કરતા હતા.આ બન્નેએ સાથે મળીને ફિલ્મ પ્રોડક્શન કંપની પણ ખોલી હતી, પરંતુ હવે આ મામલે બંનેના રસ્તાઓ અલગ થઈ ગયા છે.
એનિમેટેડ જાસૂસ વર્લ્ડ બનાવવા સાક્ષીએ બીડબ્લ્યુઓ નામની કંપની સાથે એનીમેટેડ જાસૂસી દુનિયા બનાવવાનો કરાર કર્યો છે. બંને કંપનીઓએ સાથે મળીને આ ફિક્શન શોને ‘કેપ્ટન સેવન’ નામ આપ્યું છે. તેનું પહેલું વર્ઝન ધોની પર આધારિત હશે.
વેબ સીરીઝના તર્જ પર બની રહેલો શો ‘કેપ્ટન સેવન’ નું કામ શરુ થઈ ચૂક્યું હોવામી માહિતી મળી છે,તેની પહેલી સીઝન આવતા વર્ષે રિલીઝ થશે. ધોનીનો ક્યારેય ન જોયેલો આ અલગ અવતારને લઈને દર્શકો ઉત્સાહી બન્યા છે. આ બાબતે પોતે ધોની કહે છે, “તેની કહાનિ અને તેનો વિચાર ખૂબ જ સારો છે. આ ક્રિકેટ સિવાયના મારા જીવનના અન્ય શોખ છે, તે આ સિરીઝમાં સામે આવશે”
આ સિરીઝ બનાવવા માટે ધોની એન્ટરટેઇનમેન્ટ સાથે કરાર કરનાર કંપની બીડબ્લ્યુઓ એક બ્રાન્ડ કન્સલ્ટિંગ કંપની રહી છે. મનોરંજન પીરસવાનો આતેનો પ્રથમ અનુભવ હશે. કંપની દર વર્ષે આ કહાનિનું નવું સંસ્કરણ બહાર પાડવાનું વિચાર કરી રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ‘કેપ્ટન સેવન’ નું પહેલું વર્ઝન ફિલ્મ ‘પઠાણ’ પહેલા રિલીઝ થશે.
સાહિન-