યુવતીઓએ સ્ટાઈલિશ દેખાવવા માત્ર કપડા જ નહી પરંતુ કપડા સાથે શૂઝ,ચપ્પલ સેન્ડલની ફેશન પર આપવું જોઈએ ધ્યાન
- ફૂટવેર તમારી સુંદરતાને ચાર ચાંદ લગાવે છે
- તમારા ડ્રેસના લૂક સાથે ફૂટવેરનો લૂક આકર્ષક હોવો જરુરી
દરેક યુવતીઓ સુંદર દેખાવા માટે પોતાના પરિધાનથી લઈને આભુષણો તથા પગમાં પહેરવાના ચપ્પલની ખાસ પસંદગી કરતી હોય છે, કેટલાક લોકોને હિલ વાળા તો કેટલાક લોકોને ફ્લેટ તો વળી કેટલાક લોકોને સેન્ડલ ,મોજડી પસંદ હોય છે, જો કે તમારા ડ્રેસ સાથે શૂટ થાય તે રીતે જો ફૂટવેરની પસંદગી કરવામાં આવે તો તમારો લૂક વધુ આકર્ષક બની શકે છે.
ફ્લેટ ચપ્પલ કે મોજડી
ખાસ કરીને દરેક યુવતીઓને પોતાના ફૂટવેર કમ્ફર્ટેબલ પણ હોવા જરુરી છે. જો તમે ડ્રેસ કે લેગિંસ કુર્તા કેરી કરતા હોય તો આ પરિધાન પર તમારે ફલેટ ચપ્પલ કે પછી ફલેટ મોજડીની પસંદગી કરી શકો છો,જો તમે ઈચ્છો તો લેઘરની મોજડી પણ આ કપડા પર આકર્ષક લૂક આપે છે.
હિલ્સ કે શૂઝ
જો તમે જીન્સ ટોપ કે સ્કર્ટ ટોપ કેરી કરો છો તો આ કપડા પર તમે અવનવી હિલ્સ કેરી કરી સકો છો,સાથે જ આકર્ષક શૂઝ અથવાતો હિલ્સ વાળી મોજડી પણ પહેરી શકો છો જે તમારા વેસ્ટર્ન લૂકને વધુ શાનદાર બનાવે છે.
ફ્લાવર ચપ્પલ
આ સાથે જ આજકાલ માર્કેટમાં મોજડી ઉપર ફ્લાવરની ડિઝાઇનની સ્ટાઇલ અથવા પ્લાસ્ટિકના કે રબરના સેંડલ કે ચપ્પલ પર પ્લાસ્ટિકના ફૂલો જોવા મળે છે જે તમે નાઈટશૂટ સાથે કે જમ્પશૂટ સાથે કેરી કરી શકો છો.
સોફ્ટ સપ્પલ
આ પ્રકારના ચપ્પલ જે લોકોને પગનો દુખાવો રહેતો હોય તેના માટે આરામદાયક હોય છે,સાથે જ તમે સલવાર કમિઝ પર આ કેરી કરી શકો છો.આ ખૂબ જ સ્ટાઇલિશ અને વધારાની નરમ પીડા રાહત સેન્ડલ છે. તેને પહેરવાથી તમે પગના દુખાવામાં પણ રાહત મેળવી શકો છો. તેને વધારાની સોફ્ટ કુશન મળી રહી છે.