Homeગુજરાતીટેકનોલોજીગ્લોબલ AI સિક્યુરિટી માર્કેટ 2027 સુધીમાં 4.8 બિલિયન ડોલરે પહોંચશે

ગ્લોબલ AI સિક્યુરિટી માર્કેટ 2027 સુધીમાં 4.8 બિલિયન ડોલરે પહોંચશે

નવી દિલ્હી, 26 ઓગસ્ટ 2026: વૈશ્વિક સ્તરે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનોલોજીના વધતા વ્યાપ સાથે તેની સુરક્ષા એક મોટો પડકાર બની રહી છે. પ્રખ્યાત રિસર્ચ અને એડવાઇઝરી ફર્મ ગાર્ટનર (Gartner) ના તાજેતરના અહેવાલ મુજબ, AI સિસ્ટમ્સને સુરક્ષિત કરવા માટેનું વૈશ્વિક માર્કેટ 2027 સુધીમાં લગભગ $4.8 બિલિયન (અંદાજે ₹40,000 કરોડ) સુધી પહોંચવાની ધારણા છે. આ આંકડો વર્ષ 2026ની સરખામણીમાં 68.7 ટકાનો માતબર વધારો દર્શાવે છે. ગાર્ટનરના પ્રોજેક્શન અનુસાર, આ ઝડપી વૃદ્ધિ જળવાઈ રહેશે અને 2028 સુધીમાં આ માર્કેટ $7.7 બિલિયનની સપાટી વટાવી જશે.

AI સિક્યુરિટી માર્કેટમાં ઉછાળાના મુખ્ય કારણો અંગે વાત કરતા ગાર્ટનરના સિનિયર પ્રિન્સિપલ એનાલિસ્ટ શૈલેન્દ્ર ઉપાધ્યાયે જણાવ્યું છે કે, એન્ટરપ્રાઇઝિસમાં AI સિસ્ટમ્સને સુરક્ષિત કરવાની, નવી ઇમર્જિંગ નબળાઈઓને દૂર કરવાની અને જટિલ સાયબર ધમકીઓ સામે સુરક્ષા મજબૂત કરવાની તાતી જરૂરિયાતને કારણે આ ઉછાળો આવી રહ્યો છે. આ વૃદ્ધિ પાછળ મુખ્યત્વે સપ્લાય ચેઈન અને થર્ડ-પાર્ટી જોખમો જવાબદાર છે, કારણ કે AI પ્રોજેક્ટ્સમાં થર્ડ-પાર્ટી અને ઓપન-સોર્સ સોફ્ટવેરનો ઉપયોગ વધવાથી સપ્લાય ચેઈન એટેકનું જોખમ વધી ગયું છે. આ ઉપરાંત, પૂરતા સિક્યુરિટી અને વિઝિબિલિટી કન્ટ્રોલ વગર શરૂ કરાયેલા એન્ટરપ્રાઇઝ AI પ્રોજેક્ટ્સ નિષ્ફળ જવાનું ઊંચું જોખમ ધરાવે છે.

  • સાયબર હુમલાને લઈને અપાઈ ચેતવણી

અહેવાલમાં એક ચિંતાજનક ચેતવણી પણ આપવામાં આવી છે કે 2029 સુધીમાં AI એજન્ટ્સ પર થતા અડધાથી વધુ સફળ સાયબર હુમલા એક્સેસ કન્ટ્રોલની નબળાઈઓ (Access Control Weaknesses) અને પ્રોમ્પ્ટ ઇન્જેક્શન્સ (Prompt Injections) નો ગેરલાભ ઉઠાવીને કરવામાં આવશે. જુદા જુદા સેગમેન્ટમાં રોકાણની વાત કરીએ તો, ‘AI Application Security’ સૌથી મોટો ખર્ચ ધરાવતી કેટેગરી હશે જેનો અંદાજિત ખર્ચ 2027 સુધીમાં $851 મિલિયન પહોંચશે, જ્યારે ‘AI Usage Control’ 73% ના ગ્રોથ સાથે ($749 મિલિયન) સૌથી વધુ ઝડપે વધતો સેગમેન્ટ બનશે અને ‘AI Gateway’ 70.9% ના ગ્રોથ સાથે બીજો સૌથી ઝડપી વધતો સેગમેન્ટ રહેશે.

પરંપરાગત સુરક્ષા સિસ્ટમ્સ કેમ અપૂરતી છે તે સમજાવતા શૈલેન્દ્ર ઉપાધ્યાયે ઉમેર્યું કે, ટ્રેડિશનલ સિક્યુરિટી ટુલ્સ સામાન્ય રીતે AI એપ્લિકેશન્સને અન્ય સોફ્ટવેરની જેમ જ ટ્રીટ કરે છે, પરંતુ AI આધારિત વિશિષ્ટ ધમકીઓ સામે લડવા માટે આ સિસ્ટમ્સમાં મોટા પાયે અપડેટ્સની જરૂર છે. જ્યારે ઓટોનોમસ AI સિસ્ટમ્સ પરંપરાગત મોનિટરિંગથી પર નવી નબળાઈઓ ઊભી કરે છે, ત્યારે બિઝનેસે તેમની હાલની સુરક્ષા પ્રણાલીઓને વિશિષ્ટ AI સિક્યુરિટી ટૂલ્સ સાથે સાંકળવી પડશે. AI રનટાઇમ પ્રોટેક્શન અને ડેડિકેટેડ ગેટવે વધુ વિશ્વસનીય બનતા, કંપનીઓ આ ટૂલ્સને ઝડપથી અપનાવી રહી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular