1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગોવામાં કોવિડ-19 કર્ફ્યું 2 ઓગસ્ટ સુધી વધારાયો,24 કલાકમાં કોરોનાના 75 નવા કેસ નોંધાયા
ગોવામાં કોવિડ-19 કર્ફ્યું 2 ઓગસ્ટ સુધી વધારાયો,24 કલાકમાં કોરોનાના 75 નવા કેસ નોંધાયા

ગોવામાં કોવિડ-19 કર્ફ્યું 2 ઓગસ્ટ સુધી વધારાયો,24 કલાકમાં કોરોનાના 75 નવા કેસ નોંધાયા

0
Social Share
  • ગોવામાં કોવિડ-19 કર્ફ્યું 2 ઓગસ્ટ સુધી વધારાયો
  • છેલ્લા 24 કલાકમાં કોરોના 75 નવા કેસ નોંધાયા
  • મુખ્યમંત્રીએ ટ્વિટ કરી આપી આ અંગે જાણકારી

મુંબઈ :હાલ કોરોનાના કેસમાં ઘટાડો થયો છે.પરંતુ હજુ સાવ માટે કોરોના ગયો નથી.કેટલાક રાજ્યમાં કોરોનાના નવા-નવા સ્વરૂપો દસ્તક દેતા હોય છે.તો ક્યાંક કોરોનાના કેસમાં વધારો થતો જોવા મળે છે.કોરોનાના વધતા સંક્રમણને જોતા જે તે રાજ્યમાં કોવિડ કર્ફ્યું વધારવામાં આવી રહ્યું છે.ત્યારે ગોવામાં પણ કોવિડ-19 કર્ફ્યુંમાં વધારો કરવામાં આવ્યો છે.

ગોવા સરકારે રવિવારે રાજ્યમાં કોવિડ -19 કર્ફ્યુ 2 ઓગસ્ટ સુધી વધાર્યો હતો. 9 મેના રોજ રાજ્યમાં પ્રથમ વખત કર્ફ્યુ લાદવામાં આવ્યું હતું, સંક્રમણના કેસોમાં વધારાને કારણે કર્ફ્યુંને વધારવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે ટ્વિટ કરી કહ્યું છે કે, રાજ્ય કક્ષાના કર્ફ્યુ આદેશ 2 ઓગસ્ટ 2021 ના સવારે 7 વાગ્યા સુધી વધારવામાં આવશે.

બીજી તરફ, રવિવારે ગોવામાં કોવિડ -19 ના 75 નવા કેસોના આગમન સાથે સંક્રમિત લોકોની સંખ્યા વધીને 1,70,491 થઇ ગઈ છે. સંક્રમણના કારણે વધુ છ દર્દીઓનાં મોત થવાને કારણે મૃત્યુઆંક વધીને 3,132 થયો છે. રવિવારે રાજ્યની હોસ્પિટલમાંથી 149 લોકોના ડિસ્ચાર્જ પછી, સ્વસ્થ થતાં લોકોની સંખ્યા વધીને 1,66,201 થઇ છે, જ્યારે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા 1,158 છે.

રવિવારે 3,448 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું, જે અત્યાર સુધીમાં ચકાસાયેલા નમૂનાઓની સંખ્યા વધીને 10,30,783 થઇ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 39,742 નવા કેસો આવ્યા પછી પોઝિટીવ કેસોની સંખ્યા વધીને 3,13,71,901 થઇ ગઈ છે. ઉપરાંત 535 નવા મોત બાદ, મૃત્યુઆંકની કુલ સંખ્યા 4,2૦,551 પર પહોંચી ગઈ છે. તો, 39,972 નવા ડીસ્ચાર્જ પછી, કુલ ડીસ્ચાર્જની સંખ્યા 3,05,43,138 પર પહોંચી ગઈ છે.

હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 4,08,212 છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાવાયરસની 51,18,210 વેક્સિન આપવામાં આવી હતી, જેમાં કુલ રસીકરણની સંખ્યા 43,31,50,864 થઇ ગઈ છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ મુજબ, શનિવારે દેશમાં કોરોનાવાયરસ માટે 17,18,756 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ શનિવાર સુધીમાં કુલ 45,62,89,567 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

હાલ કોરોનાની સામે વેક્સિન રામબાણ છે,ત્યારે સરકાર દ્વારા યુદ્ધના ધોરણે વેક્સિન આપવાની કામગીરી ચાલી રહી છે.અને દરરોજ લાખોની સંખ્યામાં લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code