સોના-ચાંદીના ભાવમાં વધારો, ગ્રાહકોની ખરીદી પેટર્ન બદલાઈ
નવી દિલ્હી 03 જાન્યુઆરી 2026: છેલ્લા એક અઠવાડિયાથી સોના અને ચાંદીના ભાવમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે.ચાંદીનો ભાવ આજે ફરી 8 હજાર જેટલો વધીને 2 લાખ ને 45 હજાર ઉપર પહોંચ્યો છે. તો 10 ગ્રામ સોનાનો ભાવ 900 રૂપિયાના વધારા સાથે 1 લાખ 36 હજારને પાર થયો છે.
સોના-ચાંદીના ભાવમાં વધારો થયો છે તેમ છતાં લોકો લગ્ન પ્રસંગો માટે ખરીદી કરી રહ્યા છે. જોકે, તેમની ખરીદીની પેટર્ન બદલાઈ છે. 24 કેરેટના બદલે 22 કેરેટ કે 18 કેરેટ સોનાના દાગીના તરફ વળી રહ્યા છે. સોની વેપારીઓનું કહેવું છે કે,સોના-ચાંદીના ભાવ વૈશ્વિક પરિસ્થિતિઓના કારણે વધઘટ થઈ રહ્યા છે. અને ગ્રામેજની દ્રષ્ટિએ તેમનો વેપાર પણ 50 ટકા ઘટી ગયો છે.
વધુ વાંચો: ગુલામી કાળમાં ભગવાન બુદ્ધના અવશેષો છીનવી લેવાયા હતાઃ મોદી


