
વર્ષ 1685માં છત્રપતિ સંભાજી મહારાજે પોર્ટુગીઝો પર ઐતિહાસિક વિજય મેળવ્યો હતો
મુંબઈઃ 1 નવેમ્બર વર્ષ 1685માં પોર્ટુગીઝોએ ઔરંગઝેબને હથિયાર તથા પોતાના પોર્ટનો ઉપયોગ કરવાની અનુમતિ આપી સહયોગ કર્યો હતો. આ કારણથી છત્રપતિ સંભાજી મહારાજે પોર્ટુગીઝ પર આક્રમણ કરવાનો નિશ્ચય કર્યો હતો. તેમજ રેવદંડામાં સંભાજી મહારાજે પોર્ટુગીઝ પર આક્રમણ કર્યું હતું. બીજી તરફ પોર્ટુગીઝોના અનેક સૈનિકોએ આધુનિક હથિયારો સાથે ફોંડા કિલ્લાને ઘેરી લીધો હતો. જો કે, છત્રપતિ સંભાજી મહારાજના સૈનિકોએ ઘેરાબંધીને સફળતાપૂર્વક તોડી અને ગોવા પર ત્વરિત હુમલો કર્યો હતો. આ છાપામાર હુમલામાં પોર્ટુગીઝ વાયસરોય ખરાબ રીતે ઘાયલ થયો અને પોર્ટુગીઝ સેના હારી ગઈ હતી.
છત્રપતિ સંભાજી મહારાજ મરાઠા સામ્રાજ્યના મહાન શાસક છત્રપતિ શિવાજી મહારાજના સૌથી મોટા પુત્ર હતા. સંભાજી મહારાજનો જન્મ 14મી મે 1657માં પુરંદરના કિલ્લામાં થયો હતો. જ્યારે તેઓ માત્ર બે વર્ષના હતા ત્યારે તેમની માતાજી સઈબાઈજીનું નિધન થયું હતું. જે બાદ રાજમાતાએ તેમનો ઉછેર કર્યો હતો. છત્રપતિ સંભાજી મહારાજએ પોતાના પરાક્રમ અને બળ ઉપર ખુબ ઓછા સમયમાં મરાઠા સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો અને મરાઠા સામ્રાજ્યનું રક્ષણ કર્યું હતું. એટલું જ નહીં તેમણે એકલાએ જ મુગલ સામ્રાજ્યનો સામનો કર્યો હતો. મરાઠા સામ્રાજ્યની સરખામણીએ મુગલ સામ્રાજ્ય અનેક ગણુ વિશાળ હતું. તેમ છતા તેમણે મુગલોને હંફાવ્યા હતા. સંભાજીએ પોતાના જીવનકાળામાં 120 યુદ્ધ લડ્યા હતા. જે પૈકી એક પણ યુદ્ધમાં તેમને હારન સામનો કરવો પડ્યો ન હતો. છત્રપતિ શિવાજી બાદ છત્રપતિ સંભાજી મહારાજએ હબીંર રાવ મોહિતેને પોતાના સેનાપતિ તરીકે નિયુક્ત કર્યા હતા.