Homeગુજરાતીદિલ્હીમાં સફાઈ કર્મીઓને લઈને સીએમ કેજરિવાલની જાહેરાત,દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના 5 હજાર...

દિલ્હીમાં સફાઈ કર્મીઓને લઈને સીએમ કેજરિવાલની જાહેરાત,દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના 5 હજાર સફાઈ કર્મીઓને કાયમી કરાશે

દિલ્હી- દિલ્હી મ્યુનશિપલ કોર્પોરેશનના સફાઈ કામદારોને લઈને દિલ્હીના મુખેયમંત્રી અરવિંદ કેજરિવાલે મહત્વની જાહેરાત કરી છે પ્રાપ્ત માહિતી પ્રમાણેદિલ્હી સરકાર MCDના 5000 સ્વચ્છતા કર્મચારીઓને કાયમી કરવા જઈ રહી છે.

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના લગભગ 5000 સફાઈ કામદારોની પુષ્ટિ કરવામાં આવશે. સીએમ કેજરીવાલે કહ્યું કે જાન્યુઆરીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આમ આદમી પાર્ટીની સરકાર બની ત્યારથી અત્યાર સુધીમાં સરકારે 6494 સફાઈ કામદારોની પુષ્ટિ કરી છે.

આ બાબતને લઈને સીએમ કેજરિવાલે કહ્યું કે કાચા કર્મચારીઓ એટલે કે જેઓ તેમની નોકરી વિશે કંઈ જાણતા નથી તેમને આજે બોલાવવામાં આવે છે પરંતુ કાલે કામ માટે બોલાવવામાં આવતા નથી. તેને મહિનામાં 15 દિવસ માટે બોલાવવામાં આવશે કે 20 દિવસ માટે તે જાણી શકાયું નથી કે રજા અંગે પણ કોઈ માહિતી નથી.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular