1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. ચટાકેદાર ગ્રેવી સાથે તૈયાર થતું પૌષ્ટિક રાજસ્થાની બેસન ગટ્ટાનું શાક, જાણો રેસીપી
ચટાકેદાર ગ્રેવી સાથે તૈયાર થતું પૌષ્ટિક રાજસ્થાની બેસન ગટ્ટાનું શાક, જાણો રેસીપી

ચટાકેદાર ગ્રેવી સાથે તૈયાર થતું પૌષ્ટિક રાજસ્થાની બેસન ગટ્ટાનું શાક, જાણો રેસીપી

0
Social Share

રેસીપી, 02 મે 2026: રાજસ્થાની ભોજનમાં સૌથી લોકપ્રિય એવી ‘બેસન ગટ્ટાનું શાક’ હવે તમે ઘરે પણ રેસ્ટોરન્ટ સ્ટાઈલમાં બનાવી શકો છો. ચણાના લોટમાંથી બનતા સોફ્ટ ગટ્ટા અને દહીંની ચટપટી ગ્રેવી આ શાકને એક અલગ જ સ્વાદ આપે છે. જ્યારે ઘરમાં કોઈ લીલું શાક ન હોય ત્યારે આ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વિકલ્પ શ્રેષ્ઠ સાબિત થાય છે. સ્ટેપ-બાય-સ્ટેપ રેસીપી અહીં વાંચો.

બેસનના ગટ્ટાનું શાક સ્વાદમાં ખુબ જ લાજવાબ હોય છે. આમ તો આ શાકને તેવા વિસ્તારોમાં સૌથી વધુ બનાવવામાં આવે છે, જ્યાં લીલા શાકભાજી સરળતાથી મળતા નથી. જોકે તમે આ સબ્જીને પોતાના ઘરે જ રેસ્ટોરન્ટ સ્ટાઈલમાં સરળતાથી બનાવી શકો છો.

ગટ્ટા બનાવવા માટે

1 કપ બેસન (ચણાનો લોટ)

1 ચપટી હીંગ

અડધી ચમચી અજમો

અડધી ચમચી લાલ મરચું

થોડી હળદર

સ્વાદાનુસાર મીઠું

એક ચમચી તેલ

ગુંથવા માટે પાણી

ગ્રેવી માટે સામગ્રી

1 કપ દહીં

4 ચમચી તેલ

અડધી ચમતી જીરૂં

1 ચપટી હીંગ

થોડી હળદર

એક ચમચી ધાણા પાઉડર

એક ચમચી લાલ મરચું

અડધી ચમચી ગરમ મસાલો

સ્વાદાનુસાર મીઠું

રાજસ્થાની બેસન ગટ્ટાનું શાક કેવી રીતે બનાવવું.

રાજસ્થાની બેસન ગટ્ટા નું શાક બનાવવા માટે સૌ પ્રથમ, ચણાના લોટમાં હિંગ, અજમો, મીઠું, હળદર, મરચું અને થોડું તેલ મિક્સ કરીને કઠણ લોટ બનાવો. હવે લોટના નાના રોલ બનાવો અને તેને ઉકાળો. જ્યારે ગટ્ટા બફાઈ જાય ત્યારે તેને બહાર કાઢીને ઠંડુ કરો અને તેના નાના ટુકડા કરો.

મસાલો તૈયાર કરો

હવે એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં જીરું અને હિંગ ઉમેરો. આ પછી હળદર, ધાણા પાઉડર, લાલ મરચું ઉમેરીને મસાલો તૈયાર કરો. તેમાં ફેંટેલું દહીં ઉમેરો અને સતત હલાવતા રહી ગ્રેવી તૈયાર કરો. હવે તેમાં ગટ્ટા ઉમેરો અને તેને થોડા પાણી સાથે 15 મિનિટ સુધી રાંધો. છેલ્લે ગરમ મસાલો ઉમેરો, ઢાંકીને થોડીવાર માટે પાકવા દો. આ રીતે તમે ગટ્ટા નું શાક તૈયાર કરી શકો છો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code