1. Home
  2. Bharat@2047
  3. સુરતમાં રૉના ભૂતપૂર્વ વડા ડૉ. વિક્રમ સૂદના પુસ્તકનું વિમોચન અને સંવાદનું આયોજન
સુરતમાં રૉના ભૂતપૂર્વ વડા ડૉ. વિક્રમ સૂદના પુસ્તકનું વિમોચન અને સંવાદનું આયોજન

સુરતમાં રૉના ભૂતપૂર્વ વડા ડૉ. વિક્રમ સૂદના પુસ્તકનું વિમોચન અને સંવાદનું આયોજન

0
Social Share

સુરત, 2 મે, 2026 – સુરતમાં રૉના ભૂતપૂર્વ વડા ડૉ. વિક્રમ સૂદના પુસ્તકનું વિમોચન અને નાગરિકો સાથે સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. Great Power Games: From Western Decline to Eastern Ascent એ શ્રી સૂદનું ત્રીજું પુસ્તક છે. અગાઉ તેઓ ‘The Unending Game – Insights into Espionage’, ‘The Ultimate Goal’ એ બે પુસ્તક લખી ચૂક્યા છે.

આવી તમામ બાબતો સંદર્ભે આપણા દેશનો દરેક નાગરિક ભારતની અલગ-અલગ સમસ્યાઓ પર ચિંતન કરે, તે માટે ‘સુરત લિટરરી ફાઉન્ડેશન‘ પોતાના નક્કી કરેલા લક્ષ્ય “ભારત@2047” હેઠળ દર વર્ષે જાન્યુઆરી મહિનામાં “સુરત લિટ ફેસ્ટ” કાર્યક્રમનું આયોજન કરે છે.

“ગ્રેટ પાવર ગેમ્સ” પુસ્તક

છેલ્લા ચારેય સુરત લિટ ફેસ્ટ કાર્યક્રમના સફળ અનુભવોને મેળવીને, સુરત લિટરરી ફાઉન્ડેશન, એક નવી ચેતના અને એક નવા વિષય સાથે, દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષાના ચિંતનમાં દેશના નાગરિકોને, ખાસ કરીને યુવાનોને જોડવા માટે, તારીખ 3 મે, 2026 રવિવારના દિવસે સુરત શહેરના કતારગામ-ડભોલી વિસ્તારમાં આવેલા ‘અટલ બિહારી વાજપેયી’ ઓડિટોરિયમ હોલમાં સવારે 10:00 વાગ્યાથી, દેશની આપણી ગુપ્તચર એજન્સી-RAWના પૂર્વ વડા ડૉ. વિક્રમ સૂદજીની ઉપસ્થિતિમાં તેમના દ્વારા લિખિત “ગ્રેટ પાવર ગેમ્સ” પુસ્તકના વિમોચન તેમજ શહેરના નાગરિકો સાથે મહત્વપૂર્ણ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવા જઈ રહ્યું છે.

વૈશ્વિક સમસ્યાઓનું સમાધાન ભારત પાસે

આજે વિશ્વના વિવિધ દેશો વચ્ચે વધી રહેલા તણાવ અને વૈશ્વિક સમસ્યાઓ વચ્ચે ભારતના પ્રભુત્વને વધતું જોઈ વિશ્વના તમામ દેશો ઘણી નમ્રતાથી વૈશ્વિક સમસ્યાઓનું સમાધાન ભારત પાસે ઈચ્છે છે. આજે આપણે ગર્વથી કહીએ છીએ કે, વિશ્વને રાહ બતાવનારું આપણું ભારત પહેલેથી જ જ્ઞાનનો વિશાળ સ્રોત રહ્યું છે. વર્તમાનની વૈશ્વિક જવાબદારીઓ અને આંતરિક પડકારો સાથે ભારત સતત આગળ વધી રહ્યું છે.

RAWનું વિશેષ યોગદાન

વિશ્વની સામે ભારતની તાકાત અને સ્વાભિમાનને મજબૂત બનાવી રાખવામાં દેશના અનેક નામી-અનામી મહાપુરુષોએ યોગદાન આપ્યું છે, જેમાં દેશ અને વિદેશના પડકારો આપનારાઓની સામે અદ્રશ્ય રહીને દેશને આંતરિક અને બાહ્ય સુરક્ષા પૂરી પાડનારી ગુપ્તચર એજન્સી-RAWનું પણ વિશેષ યોગદાન છે. વાસ્તવિક ઘટનાઓના આધારે હાલમાં જ આવેલી ફિલ્મ ‘ધુરંધર’ જોયા પછી દેશના નાગરિકોને અહેસાસ થયો છે કે, આપણા દેશની સુરક્ષા માટે ગુપ્તચર એજન્સીના જવાનો ભલે ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિ કેમ ન હોય, તેમ છતાં કાર્ય કરી રહ્યા છે. આ જ ‘ધુરંધર’ ફિલ્મના વાસ્તવિક હીરો ડૉ. વિક્રમ સૂદજી પોતાના પુસ્તક વિમોચન અને શહેરના જાગૃત નાગરિકો સાથે વિશેષ ચર્ચા કરવા સુરત શહેરમાં આવી રહ્યા છે.

કોણ છે ડૉ. વિક્રમ સૂદ?

એક સમયે ડૉ. સૂદજી ઇન્ડિયન પોસ્ટલ સર્વિસમાં ઓફિસર હતા, ત્યારબાદ તેઓ આપણી ગુપ્તચર એજન્સી-RAW માં સામેલ થઈ ગયા. 31 વર્ષની સર્વિસ પછી 2003માં તેઓ ગુપ્તચર અધિકારીના પદ પરથી નિવૃત્ત થયા. તેઓ 2000 થી 2003 સુધી RAW ના વડા રહ્યા.

દિલ્હીની સેન્ટ સ્ટીફન કોલેજમાંથી અર્થશાસ્ત્રમાં અનુસ્નાતકની ડિગ્રી મેળવનાર ડૉ. સૂદજીએ પોતાના સામાજિક જીવનમાં અનેક પુસ્તકો લખ્યા છે, જેમાંથી હાલમાં જ લખાયેલા પુસ્તક “ગ્રેટ પાવર ગેમ્સ” નું વિમોચન અને નાગરિકો સાથે તેમના વિશેષ સંવાદ કાર્યક્રમનું આયોજન ‘સુરત લિટરરી ફાઉન્ડેશન’ દ્વારા આવતીકાલે રવિવારના રોજ કતારગામ વિસ્તારમાં આવેલા અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ હોલમાં સવારે 10:00 વાગ્યે કરવામાં આવ્યું છે. જેમાં દેશની ગુપ્તચર એજન્સીના કાર્યો, દેશ સામે આવતા વિવિધ મુશ્કેલ પડકારોનો સામનો કરવાના તેના જુસ્સા અને RAWની કાર્યપ્રણાલીની વિશેષ માહિતી મેળવવા ઉત્સુક જિજ્ઞાસુ નાગરિકોને નોંધણી કરાવ્યા બાદ પાસ દ્વારા પ્રવેશ મળશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code