
વિશ્વ પૃથ્વી દિવસ પર Google એ બનાવ્યું આ ખાસ ડૂડલ,અત્યાર સુધીનો સૌથી સુંદર સંદેશ
- આજે વિશ્વ પૃથ્વી દિવસ
- Google એ બનાવ્યું ડૂડલ
- અત્યાર સુધીનો સૌથી સુંદર સંદેશ
ગૂગલ દરેક ખાસ પ્રસંગ પર તેના ખાસ ડૂડલને અપડેટ કરે છે અને આ ડૂડલ દ્વારા તે ખાસ સંદેશ આપવાનું પણ કામ કરે છે. આજે વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે ગૂગલે પણ એક ખાસ ડૂડલ બનાવ્યું છે અને જણાવ્યું છે કે કેવી રીતે પૃથ્વીનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે.
આ ગુગલ ડૂડલમાં શું છે ખાસઃ ડૂડલમાં ચાર જગ્યાના એનિમેશનની ખાસ ઓળખ છે.આ એનિમેશન એ બતાવવા માટે પણ બનાવવામાં આવ્યું છે કે,આબોહવા પરિવર્તનની પૃથ્વી પર કેવી અસર પડી છે. એનિમેશનમાં જુદા જુદા વર્ષોના ચિત્રો છે.
એનિમેશનમાં 4 ઈમેજ તાન્ઝાનિયાના માઉન્ટ કિલીમંજારો, સેમરસુકિન ગ્રીનલેન્ડ, ઓસ્ટ્રેલિયામાં ગ્રેટ બેરિયર રીફ અને જર્મનીના એલેન્ડમાં હાર્જ ફોરેસ્ટની છે.આ એનિમેશન દર કલાકે બદલાશે.
આ દિવસે પ્રથમ વખત પૃથ્વી દિવસની કરાઈ ઉજવણી :વર્ષ 1970માં પહેલીવાર પૃથ્વી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પર્યાવરણને બચાવવા માટે આ ચળવળને વર્ષ 1969માં જુલિયન કોનિગ દ્વારા પૃથ્વી દિવસ નામ આપવામાં આવ્યું હતું અને આ દિવસ 22 એપ્રિલે ઉજવવામાં આવે છે.આ વર્ષે વિશ્વ પૃથ્વી દિવસ 2022 ની થીમ છે. ‘Invest in our planet’.આ થીમ આપણને આપણા સ્વાસ્થ્ય, આપણા પરિવારો, આપણી આજીવિકાનું રક્ષણ કરવા માટે આ ગ્રહમાં સંયુક્તપણે રોકાણ કરવા પ્રોત્સાહિત કરે છે, કારણ કે હરિયાળું ભવિષ્ય એ સમૃદ્ધ ભવિષ્ય છે. વર્ષ 2021 માં 51મો પૃથ્વી દિવસ ‘Restore Our Earth’ ની થીમ પર ઉજવવામાં આવ્યો હતો.