
ગુગલે વેબબ્રાઉઝરના નવા વર્ઝનની કરી ઘોષણા, જાણો શું હશે તેમાં ખાસ ફિચર્સ
દિલ્હીઃ ગુગલ પોતાના યૂઝર્સ માટે અવનવા ફિચર્ચત વિકસાવી રહ્યું છે ત્યારે રહવે ગુગલ દ્રારા નવા વેબ બ્રાઉઝરની ઘોષણા કરવામાં આવી છે જેમાં અનેક અનનવા ફિસર્ચ પણ હશે., પ્રાપ્ત માહિતી અનુસાર ગૂગલે તાજેતરમાં જ ક્રોમ 118 અપડેટનું વૈશ્વિક રોલઆઉટ પૂર્ણ કર્યું છે. આ સાથે કંપનીએ ક્રોમના નવા વર્ઝનની પણ જાહેરાત કરી છે.
કંપનીએ યુઝર્સ માટે ક્રોમ 119 બીટા અપડેટ રજૂ કર્યું છે. ક્રોમ 119 બીટા અપડેટ કેટલાક નવા ફેરફારો અને સુવિધાઓ સાથે લાવ્યું છે. જો કે બીજી મહત્વની વાત એ છે કે ગૂગલ ક્રોમ 119 અપડેટનું સ્ટેબલ વર્ઝન બહુ જલ્દી રિલીઝ થઈ શકે છે.
આ માટે ગૂગલ બીટા ટેસ્ટિંગ સાથે ટેબ ગ્રુપ સેવ ફીચર અને સિંક ફીચર પર કામ કરી રહ્યું હતું. નવા અપડેટ સાથે, કંપનીએ આ સુવિધા વપરાશકર્તાઓ માટે રજૂ કરી છે. જો કે, આ સુવિધાને મેન્યુઅલી સક્ષમ કરવાની જરૂર પડશે. જેમાં વપરાશકર્તાઓને વિવિધ ઉપકરણોનો ઉપયોગ કરતી વખતે પણ બ્રાઉઝિંગ ચાલુ રાખવાની સુવિધા મળે છે.
આ અપડેટ સાથે, ક્રોમ વપરાશકર્તાઓને હવે જૂના ઉપકરણો પર ટેબ્સ ખોલવા માટે એક-ક્લિક બટન મળી રહ્યું છે. ક્રોમ 119 અપડેટ સાથે કેનેરી વર્ઝનમાં ટેબ મેનેજમેન્ટનું ફીચર દર્શાવવામાં આવ્યું છે. જો કે, આ નવા ફીચરને લઈને હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી.
જો કે એવું માનવામાં આવે છે કે આ ફીચરની મદદથી યુઝર માટે ઘણા ઓપન ટેબને મેનેજ કરવામાં સરળતા રહેશે. આ નવી સુવિધા ટેબની જમણી કે ડાબી બાજુએ સ્થિત થઈ શકે છે. નવી સુવિધા ટેબ સ્વિચર વિકલ્પની નજીક જોઈ શકાય છે.
tags:
Google