1. Home
  2. ગુજરાતી
  3. સરકારની જાહેરાત,નવા વર્ષથી પોસ્ટ ઓફીસની આ સ્કીમમાં વધુ વ્યાજ મળશે
સરકારની જાહેરાત,નવા વર્ષથી પોસ્ટ ઓફીસની આ સ્કીમમાં વધુ વ્યાજ મળશે

સરકારની જાહેરાત,નવા વર્ષથી પોસ્ટ ઓફીસની આ સ્કીમમાં વધુ વ્યાજ મળશે

0

દિલ્હી:કેન્દ્ર સરકારે જાન્યુઆરીથી માર્ચના ત્રિમાસિક ગાળા માટે કેટલીક નાની બચત યોજનાઓના વ્યાજદરમાં વધારો કર્યો છે.તેમાં પોસ્ટ ઓફિસની આવી સ્કીમ પણ સામેલ છે, જે લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે.આ પોસ્ટ ઓફિસ યોજનાનું નામ કિસાન વિકાસ પત્ર છે.સરકારે કિસાન વિકાસ પત્રમાં રોકાણ પર વ્યાજ દરમાં વધારો કર્યો છે.જો તમે નવા વર્ષમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તમે આ પોસ્ટ ઓફિસ સ્કીમમાં રોકાણ કરી શકો છો.

સામાન્ય રીતે પોસ્ટ ઓફિસમાં રોકાણ સુરક્ષિત માનવામાં આવે છે.આ કારણે મોટી સંખ્યામાં લોકો પોસ્ટ ઓફિસની યોજનાઓમાં રોકાણ કરે છે.કિસાન વિકાસ પત્ર પૈસા ડબલ કરવા માટે પણ ખૂબ જ લોકપ્રિય છે.લોકો રકમ બમણી કરવા માટે તેમાં રોકાણ પણ કરે છે.સરકારે કિસાન વિકાસ પત્રના વ્યાજ દરમાં વધારો કર્યો છે, જેના કારણે વ્યાજ દર 7.0 ટકાથી વધીને હવે 7.2 ટકા થઈ ગયો છે.

રોકાણકારોને પહેલા 123 મહિના માટે રોકાણ પર 7 ટકા વ્યાજ મળતું હતું.પરંતુ 1 જાન્યુઆરી, 2022થી તેમને 120 મહિના માટે રોકાણ પર 7.2 ટકાના દરે વ્યાજ મળશે.એટલે કે કિસાન વિકાસ પત્ર યોજના હવે 10 વર્ષમાં પરિપક્વ થશે.હવે જો તમે આ સ્કીમમાં રોકાણ કરશો તો તમને નવા વ્યાજ દરથી વળતર મળશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published.