
કેન્દ્ર સરકારે મોબાઈલ ઉત્પાદન માટે 16 પ્રસ્તાવને આપી મંજુરી – પ્રોત્સાહન માટે 11 હજાર કરોડ રુપિયાની ફાળવણી
- મોબાઈલ ઉત્પાદન માટે 16 પ્રસ્તાવને સરકારની મંજુરી
- પ્રોત્સાહન માટે 11 હજાર કરોડ રુપિયાની ફાળવણી
- 13 પ્રસ્તાવનમાંથી 16ને જ મંજુરી મળી
- વર્ષ 2020 એપ્રિલ મહિનાથી સુચીબદ્ધ કરાશે
સમગ્ર દેશ આત્મ નિર્ભર તફ આગળ વધી રહ્યો છે જેના માટે સરકાર તમામ મોર્ચે પ્રોત્સાહન પુરુ પાડી રહી છે, ત્યારે વિતેલા દિવસ મંગળવારના રોજ ઉત્પાદન આધારિત પ્રોત્સાન યોજના, એટલે કે, પીએલઆઈ હેઠળ કેન્દ્ર સરકારે મોબાઈલ ત્પાદન માટેના 16 જેટલા પ્રસ્તાવ મંજુર કર્યા છે.
આ યોજના હેઠળ વિદેશી અને સ્વદેશી કંપનીયોને 11 હજાર કરોડ રુપિયાની પ્રોત્સાહન રુપે ફાળવણી કરવામાં આવશે આ સાથે જ આવનારા 5 વર્ષ દરમિયાન 10.5 લાખ કરોડ રુપિયાના મોબાઈલનું ઉત્પાદન પણ કરવામાં આવશે
5 વર્ષ દરમિયાન 10.5 લાખ કરોડનું મોબાઈલ ઉત્પાદ કરવામાં આવશે
માહિતી અને ઇલેક્ટ્રોનિક્સ મંત્રાલયે લાવા, માઈક્રોમેક્સ, ડિક્સન ટેક્નોલોજી, યૂટીએલ નિયોલિંક્સ અને ઓપ્ટિમસ જેવી સ્વદેશી કંપનીઓ સાથે એપલની સહયોગી વિનિર્માણ કંપની ફોક્સકોન હાનહાઈ, વિસ્ટ્રોન, પેજાટ્રોન, સેમસંગ અને રાઇઝિંગ સ્ટાર જેવી વિદેશી કંપનીઓના પ્રસ્તાવને પણ મંજૂરી આપી દીધી છે.
આ યોજનાથી શું થશે દેશને લાભ
- આ સમગ્ર યોજના હેઠળ 2 લાખ જેટલી નોકરીઓ પ્રત્યક્ષ રીતે અસ્તિત્વમાં આવશે
- જ્યારે અપ્રત્યક્ષ તરીકે 6 લાખ જેટલા રોજગાર ઉત્પન્ન થશે.
- આ યોજના અંતર્ગત સરકાર પાસે 23 જેટલા પ્રસ્તાવો આવ્યા હતા જેમાંથી 16 પ્રસ્તાવોને મંજુરી આપવામાં આવી ચૂકી છે
- પીએલઆઈ યોજનાને વર્ષ 2020 એપ્રિલ મહીનામાં સુચીબદ્ધ કરવામાં આવશે
- આ યોજનામાં 4 થી 6 ટકા પ્રોત્સાહન આપવાની તૈયારીદર્શાવવામાં આવી રહી છે
સાહીન-