
હવે ઘરે-ઘરે વેક્સિનેશનની તૈયારી કરી શકે છે સરકાર – દેશની કંપનીઓએ મૂક્યો પ્રસ્તાવ, 45થી ઓછી વયના લોકોને પણ મળશે વેક્સિન
- કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય સાથે કંપનીઓએ કર્યો સંપર્ક
- ઘરે ઘરે વેક્સિનઆપવાની યોજનાની તૈયારીઓ દર્શાવી
દિલ્હી – સમગ્ર દેશમાં કોરોના મહામારીની ઝપેટમાં સપડાયો છે,ત્યારે 16 જાન્યુઆરીથી દેશમાં મોટા પાયે રસીકરણ અભિયાન પણ શરુ કરવામાં આવી ચૂક્યું છે, તો બીજી તરફ રશિયાનીનસ્પુતનિક-વી વેક્,સિનને પણ ઈમરજન્સીના ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી ચૂકી છે.ત્યારે હવે સરકાર વેક્સિનેશનને લઈને એક ખાસ પ્રકારની તૈયારીમાં જોવા મળશે.
દેશની જનતા હવે ઘરે ઘરે વેક્સિ લેવાની તૈયારી કરી રહી છે. આ માટે દેશની ઘણી કંપનીઓએ ડોર સ્ટેપ રસીકરણ માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનો પણ સંપર્ક કર્યો છે. આશા સેવાઈ રહી છે કે, આવનારા કેટલાક દિવસોમાં આ બાબતે મહત્વનો નિર્ણય લેવામાં આવશે.
દેશમાં કોરોના સતત વધતા જતા કેસોમાં પણ રસીકરણની પ્રક્રિયા ઝડપી ગતિએ ચાલી રહી છે. અત્યાર સુધીમાં 100 કરોડથી વધુ લોકોને કોરોનાની વેક્સિન આપવામાં આવી છે. સ્પુતનિક વેક્સિનની પરવાનગી સાથે, લોકોના રસીકરણ માટે ઘરે ઘરે જવાની યોજના ચાલી રહી છે.
આ સમગ્ર બાબતે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સૂત્રો પરાસેથી મળતી માહિતી પ્રમાણે સરકાર આવનારા ત્રણ મહિનામાં દેશની મોટી વસ્તીને રસી આપવાની યોજના બનાવી રહી છે. આ યેજનામાં 45 વર્ષથી ઓછી ઉંમરના લોકોને પણ વેક્સિન આપવામાં આવશે, મંજૂરી મળતાંની સાથે જ લોકોને ઘરે-ઘરે રસી મળે તે માટેના વેક્સિનેશનની પણ મંજૂરી મળે તેવી સંભાવનાઓ છે.
આ બાબતે ઘણી ફાર્મા કંપનીઓએ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયને દરખાસ્ત કરી છે, જેમાં આ કંપનીઓ લોકોના ઘરોમાં ખાનગી કંપનીની રસી અને સરકારી રસી લગાવવાની વાત કરી છે. જો કે આ માટે આ કંપનીઓએ કેન્દ્ર સરકારને એક વ્યક્તિ દીઠ રૂ. 25 થી લઇને 37 રૂપિયા લેવાનો પ્રસ્તાવ રાખ્યો છે,
સાહિન-