1. Home
  2. ગુજરાતી
  3. દેશમાં વર્ષ 2024માં માર્ગ અકસ્માત અને મૃત્યુમાં 50 ટકા ઘટાડાનું સરકારનું આયોજન
દેશમાં વર્ષ 2024માં માર્ગ અકસ્માત અને મૃત્યુમાં 50 ટકા ઘટાડાનું સરકારનું આયોજન

દેશમાં વર્ષ 2024માં માર્ગ અકસ્માત અને મૃત્યુમાં 50 ટકા ઘટાડાનું સરકારનું આયોજન

0
Social Share

અમદાવાદઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વાહનોની સંખ્યામાં વધારો થવાની સાથે માર્ગ અકસ્માતની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. જેથી કેન્દ્ર સરકાર દ્વારા માર્ગ અકસ્માતના બનાવોમાં ઘટાડો થાય તથા માર્ગ અકસ્માતમાં મૃત્યુદર ઘટે તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ વર્ષ 2024ના અંત સુધીમાં માર્ગ અકસ્માતની સંખ્યા 50 ટકા જેટલી ઘટે તેવુ આયોજન કરવામાં આવી રહ્યું છે.

(નીતિન ગડકરી)
(નીતિન ગડકરી)

કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નિતિન ગડકરીએ દાવો કર્યો છે કે, વર્ષ 2024ના અંત સુધીમાં દેશમાં માર્ગ અકસ્માતની સંખ્યા અડધી કરવાનો લક્ષ્ય સરકારે રાખ્યો છે. સરકાર નેશનલ હાઈ-વે પરથી બ્લેક સ્પોર્ટસ ખતમ કરવા માટે અત્યાર સુધીમાં 25 હજાર કરોડ રૂપિયા ખર્ચી ચૂકી છે. વિશ્વ બેંક અને એશિયાઈ વિકાસ બેંકની મદદથી સરકારની 15,000 કરોડ રૂપિયાની અન્ય પરિયોજના પર કામ ચાલી રહ્યું છે. ઈંદોરમાં આયોજિત એક કાર્યક્રમ ઉપસ્થિત નિતિન ગડકરીએ કહ્યું હતું કે, દર વર્ષે લગભગ 5 લાખ માર્ગ અકસ્માતમાં 1.5 લાખ લોકોના મૃત્યુ થાય છે અને 3 લાખ લોકો ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થાય છે. જો કે, 2024ના અંત સુધીમાં અકસ્માત અને મૃત્યુમાં 50%નો ઘટાડો કરવાની યોજના સરકારે બનાવી છે.

માર્ગ અકસ્માતમાં થતા કુલ મૃત્યુમાં ભારતની હિસ્સેદારી સૌથી વધારે છે. વર્લ્ડ બેન્ક દ્વારા 2021મા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ પ્રમાણે વિશ્વભરમાં માર્ગ અકસ્માતમાં થયેલી મૃત્યુમાં ભારતની હિસ્સેદારી 11% છે અને ભારતમાં સૌથી વધુ અકસ્માત થાય છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code