1. Home
  2. ગુજરાતી
  3. સરાકર ડિજીટલ મીડિયા પર લાવશે નિયંત્રણ, ન્યૂઝ પોર્ટલો એ ફરજિયાત કરાવી પડશે નોંધણી – કેન્દ્ર લાવશે નવો કાયદો
સરાકર ડિજીટલ મીડિયા પર લાવશે નિયંત્રણ, ન્યૂઝ પોર્ટલો એ ફરજિયાત કરાવી પડશે નોંધણી – કેન્દ્ર લાવશે નવો કાયદો

સરાકર ડિજીટલ મીડિયા પર લાવશે નિયંત્રણ, ન્યૂઝ પોર્ટલો એ ફરજિયાત કરાવી પડશે નોંધણી – કેન્દ્ર લાવશે નવો કાયદો

0
Social Share
  • સરાકર ન્યૂઝ પોર્ટલને લઈને લાવશે નવો કાયદો
  • આ કાયદા હેઠળ નોંધણી કરવી બનશે ફરજિયાત
  • સરકાર એ હેઠળ ડિજીટલ મીડિયા પર નિયંત્રણ લાવશે

દિલ્હીઃ- ડિજિટલ મીડિયાને નિયંત્રિત કરવા  માટે સરકાર સતત પ્રયત્નશીલ રહે છે ત્યારે હવે સરકાર આ બાબતે એક કાયદો પણ બનાવાની તૈયારીમાં છે  જે કાયદા અતર્ગત ન્યૂઝ પોર્ટલ માટે કેન્દ્ર સરકાર એક બિલને આવી રહી છે. આ બિલને કાયદાકીય માન્યતા મળશે તો  પછી ન્યૂઝ પોર્ટલે પણ સમાચાર પ્તરની જેમ નોંધણી કરવી ફરજિયાત બનશે .અત્યાર  સુધી આ નિયમો માત્રને માત્ર સમાચાર પત્રો પણ લાગુ પડે છે.

આ સાથે જ કેન્દ્ર સરકાર 155 વર્ષ જૂના પ્રેસ એન્ડ રજીસ્ટ્રેશન ઓફ બુક્સ એક્ટને નાબૂદ કરવા જઈ રહી છે. તેના સ્થાન પર ‘પ્રેસ એન્ડ રજીસ્ટ્રેશન ઓફ પીરીઓડીકલ બિલ’ લાવવામાં આવી શકે છે.

આ બિલ પોર્ટલો માટે નવી અને સરળ નોંધણી સિસ્ટમ હશે, આ કાયદા હેઠળ ડિજિટલ મીડિયાને પણ આવરી લેવાની તૈયારી જોવા મળી રહી છે. શક્યતાઓ છે કે કેન્દ્ર સરકાર ચોમાસુ સત્ર દરમિયાન જ આ બિલ રજૂ કરી શકે છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે  આ બિલ પ્રેસ એન્ડ રજિસ્ટ્રેશન ઑફ બુક્સ એક્ટ, 1867નું સ્થાન લેશે. આ અંતર્ગત મધ્યમ અને નાના પ્રકાશકો માટે પ્રક્રિયા સરળ બનાવવામાં આવશે અને પ્રેસની સ્વતંત્રતાના મૂલ્યો પણ જાળવી રખાશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code