
આઈફોન યૂઝર્સ માટે માઠા સમાચાર – આ 2 આઈફોન પર નહી ચાલે વ્હોટ્સએપ
- મેટા એ આઈફોન યૂઝર્સ માટે માઠા સમાચાર
- આ 2 iphone નહી ચાલે વ્હોટ્સએપ
દિલ્હીઃ- વિશ્વભરમાં જાણીતી મેસેજ એપ્લિકેશન વોટ્સએપના વપરાશકર્તાઓ માટે નિરાશા જનક માહિતી સામે આવી છે.વ્હોટએપના ભલે સૌથી વધુ યુઝર્સ છે, પરંતુ હવે એવા ઘણા યુઝર્સ છે જેઓ કંપનીની એક જાહેરાત નિરાશ થી શકે છે જી હા કંપની મેટા દ્રારા નિર્ણય લેવામાં આવ્યો છે કે વોટ્સએપ હવે ઘણા સ્માર્ટફોનમાં નહીં ચલાવી શકાય.
વાત જાણે એમ છે કે બદલાતા સમયમાં, ધીમે-ધીમે વ્હોટ્સએપ પોતાની એપમાંથી જૂના ઉપકરણો અને સ્માર્ટફોનનું સમર્થન સમાપ્ત કરી રહ્યું છે, જેના કારણે તે સ્માર્ટફોનમાં વ્હોચ્એપ ચાલતું નથી. આવી સ્થિતિમાં, હવે ફરી એકવાર જૂના ઉપકરણો માટે વોટ્સએપનું સમર્થન સમાપ્ત કરવામાં આવી રહ્યું છે, જેમાં એપલ કંપનીના ઘણા સ્માર્ટફોનનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે વ્હોટ્એપની માલિકી કંપની મેટા પાસે છે, મેટાની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ હવે ઘણા જૂના આઈફોન પર કામ કરશે નહીં. કંપની દ્વારા આપવામાં આવેલી માહિતીપ્રમાણે , 24 ઓક્ટોબર 2022થી iOS 10 અને iOS 11 વર્ઝન પર કામ કરતા આઈફોન પર વ્હોટ્એપ ચાલશે નહી.. તે જ સમયે, વ્હોટ્એપ એવા આઈફોન પર કામ કરશે નહીં જે iOS 12 અથવા તેનાથી ઉપરના વર્ઝનને સપોર્ટ કરતા નથી, એટલે કે જે લોકો પાસે આ પ્રકાના ઓઈફોન છે તેમને ફટકો લાગી શકે છે.