1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. લમ્પી સ્ક્રીન ડિસીઝઃ અસરગ્રસ્ત 15 જિલ્લાના 3.10 લાખ નિરોગી પશુઓનું રસીકરણ
લમ્પી સ્ક્રીન ડિસીઝઃ અસરગ્રસ્ત 15 જિલ્લાના 3.10 લાખ નિરોગી પશુઓનું રસીકરણ

લમ્પી સ્ક્રીન ડિસીઝઃ અસરગ્રસ્ત 15 જિલ્લાના 3.10 લાખ નિરોગી પશુઓનું રસીકરણ

0
Social Share

અમદાવાદઃ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં અનેક ગામોમાં પશુઓમાં લમ્પી સ્ક્રીન ડિસીઝના કેસ મળી આવ્યા છે જેથી રાજ્ય સરકાર હરકતમાં આવી છે. દરમિયાન આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. દરમિયાન અત્યાર સુધીમાં અસરગ્રસ્ત વિસ્તારમાં 3 લાખથી વધુ નિરોગી પશુઓનુ રસીકરણ કરવામાં આવ્યું છે.

લમ્પી સ્કીન ડિસીઝના અસરગ્રસ્ત ગામોની પાંચ કિલોમીટરની ત્રિજ્યામાં આવતા ગામોના પશુઓના વિનામૂલ્યે રસીકરણ માટે યુદ્ધના ધોરણે કેમ્પેઇન મોડમાં કાર્યવાહી હાથ ધરવા મુખ્યમંત્રીએ બેઠકમાં તાકિદ કરવામાં આવી હતી. અસરગ્રસ્ત 15 જિલ્લાના 1126 ગામોમાં 3.10 લાખ નિરોગી પશુઓમાં રસીકરણ કરવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું હતું.

રોગના સર્વે-રસીકરણ અને સારવારની કામગીરી માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં 152 વેટરનરી ઓફિસર્સ અને 438 લાઇવ સ્ટોક ઇન્સપેક્ટર્સને કામગીરી સોપવામાં આવી છે. આ ઉપરાંત પશુપાલકોને લમ્પી સ્કીન ડિસીઝ અંગેની જરૂરી જાણકારી આપવામાં માટે ટોલ ફ્રી સેવા પણ શરૂ કરવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code