1. Home
  2. ગુજરાતી
  3. રાહુલ ગાંધીના જીજાજી રોબર્ટ વાડ્રાની ઈડી કાર્યાલયમાં પૂછપરછ, ત્રીજીવાર થઈ પેશી
રાહુલ ગાંધીના જીજાજી રોબર્ટ વાડ્રાની ઈડી કાર્યાલયમાં પૂછપરછ, ત્રીજીવાર થઈ પેશી

રાહુલ ગાંધીના જીજાજી રોબર્ટ વાડ્રાની ઈડી કાર્યાલયમાં પૂછપરછ, ત્રીજીવાર થઈ પેશી

0

રોબર્ટ વાડ્રા શનિવારે ફરી એકવાર ઈડીના કાર્યાલય પહોંચ્યા છે. વાડ્રા સવારે 10-47 કલાકે ઈડીની ઓફિસ પર પહોંચ્યા હતા. લગભગ ત્રણ કલાકની પૂછપરછ બાદ બપોરે 1-47 કલાકે વાડ્રા લંચ માટે બહાર નીકળ્યા હતા.

ઈડી શનિવારે પણ રોબર્ટ વાડ્રાની સાથે લંડન ખાતેની તેમની બેનામી સંપત્તિ બાબતે પૂછપરછ કરી રહ્યા છે. એક સપ્તાહમાં આ ત્રીજો પ્રસંગ છે કે જ્યારે ઈડી અને વાડ્રા આમને-સામને છે. હાલ વાડ્રા 16 ફેબ્રુઆરી  સુધી આગોતરા જામીન પર છે.

અહેવાલો છે કે રોબર્ટ વાડ્રા પાસેથી તેમની મિલ્કતો અને ઈન્કમની વિગતો લેવાઈ રહી છે. ઈડીએ વાડ્રાને 2007થી લઈને 2012 સુધી મિલ્કતોની ખરીદ-વેચાણના દસ્તાવેજ માંગ્યા છે. વાડ્રાએ ઘણાં દસ્તાવેજો ઈડીને સોંપ્યા પણ છે. વિદેશોમાં પણ જે મિલ્કતો વાડ્રાએ પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે ખરીદી છે, તેના ડોક્યુમેન્ટ્સ પણ ઈડીએ વાડ્રાની પાસે માંગ્યા છે. ઈડીની સમગ્ર તપાસ આજે લંડનની પ્રોપર્ટીમાં થયેલા મની લોન્ડ્રિંગના મામલે છે.

વાડ્રા મધ્ય દિલ્હીના જામનગર હાઉસ ખાતેના સીબીઆઈના કાર્યાલયમાં પોતાના અંગત વાહનથી સવારે દશ વાગ્યે અને 47 મિનિટે પહોંચ્યા હતા. અધિકારીઓનું કહેવું છે કે તપાસ અધિકારીઓને વાડ્રાને સવાલો પુછવામાં હતા અને તેના માટે તેમને શનિવારે રજૂ થવા માટે કહેવામાં આવ્યું હતું.

આ પહેલા પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાની છ અને સાત ફેબ્રુઆરીએ પૂછપરછ થઈ હતી. વાડ્રા સાથે પહેલીવાર લગભગ સાડા પાંચ કલાક  અને બીજી વખત લગભગ નવ કલાક લાંબી પૂછપરછ કરવામાં આવી હતી.

માનવામાં આવે છે કે ગત વખતની પૂછપરછ દરમિયાન વાડ્રાનો કથિત સામનો એવા દસ્તાવેજો સામે કરાવવામાં આવ્યો કે જે એજન્સીને મામલાની તપાસ દરમિયાન પ્રાપ્ત થયા અથવા તો તેને જપ્ત કર્યા છે. તેમા ફરાર શસ્ત્ર સોદાગાર સંજય ભંડારી સાથે જોડાયેલા દસ્તાવેજો પણ સામેલ છે. સત્તાવાર સૂત્રોનું કહેવું છેકે વાડ્રાએ તપાસ અધિકારીની સાથે દસ્તાવેજ શેયર કર્યા અને કહ્યુ છે કે જ્યારે તેમને વધુ દસ્તાવેજો પ્રાપ્ત થશે, તો તેને પણ રજૂ કરવામાં આવશે.

આ મામલો લંડનમાં 12 બ્રાયનસ્ટન સ્ક્વેર પર 19 લાખ પાઉન્ડની મિલ્કતની ખરીદીમાં કથિત મની લોન્ડ્રિંગ સાથે સંબંધિત છે. આ મિલ્કત કથિતપણે રોબર્ટ વાડ્રાની હોવાનો આરોપ લાગી રહ્યો છે. તપાસ એજન્સીએ દિલ્હીની એક કોર્ટમાં એમ પણ કહ્યુ હતુ કે તેને લંડનમાં ઘણી નવી મિલ્કતો બાબતે માહિતી મળી છે અને આ સંપત્તિ વાડ્રાની છે. તેમાં પચાસ અને ચાલીસ લાખ બ્રિટિશ પાઉન્ડના બે મકાનો અને છ અન્ય ફ્લેટ તથા બીજી મિલ્કતો પણ સામેલ છે.

વાડ્રાએ ગેરકાયદેસર વિદેશી મિલ્કતો સાથે સંકળાયેલા હોવાના આરોપોનો ઈન્કાર કર્યો છે અને આરોપ લગાવ્યો છે કે રાજકીય હિત સાધવા મટે તેમની હેરાનગતિ થઈ રહી છે.

સૂત્રોનું કહેવું છે કે તેમનું નિવેદન મનીલોન્ડ્રિંગ વિરોધી કાયદાની કલમ-50 હેઠળ તલબ કરવા, દસ્તાવેજોની પેશી અને સાક્ષીઓ સાથે સંબંધિત ઓથોરિટીના અધિકાર હેઠળ નોંધાઈ રહ્યા છે. જેવું કે પહેલા બે વખત કરવામાં આવ્યું હતું. ઈડીની સામે વાડ્રાની પેશીએ રાજકીય રંગ પણ અખત્યાર કર્યો છે.

કોંગ્રેસના નવનિયુક્ત મહાસચિવ અને પૂર્વ યુપીમાં પાર્ટીના પ્રભારી વાડ્રાના પત્ની પ્રિયંકા ગાંધી વાડ્રા બુધવારે તેમના પતિની સાથે ઈડી કાર્યાલય સુધી ગયા હતા. જ્યારે ગુરુવારે તે પૂછપરછ બાદ તેમના ઘરે પાછા ફર્યા હતા. જણાવવામાં આવે છે કે વાડ્રાએ બિકાનેરમાં એક જમીન ગોટાળા સંબંધિત મની લોન્ડ્રિંગના મામલામાં પણ જયપુરમાં 12મી ફેબ્રુઆરીએ ઈડીની સામે રજૂ થવાનું છે. રાજસ્થાન હાઈકોર્ટે તેમને આ મામલામાં એજન્સીનો સહયોગ કરવાના નિર્દેશ આપ્યા હતા.

એક મીડિયા અહેવાલમાં એવો પણ દાવો કરાયો છે કે તાજેતરની પૂછપરછમાં ઈડી ઈન્ટરોગેશન દરમિયાન વાડ્રાએ પુરી જાણકારી આપી ન હતી. માટે તેમને આગામી તપાસમાં સામેલ થવા માટે કહેવામાં આવ્યું છે. તેમનો જવાબ પીએમએલએ હેઠળ નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.

મની લોન્ડ્રિંગ કેસમાં રોબર્ટ વાડ્રાની વિરુદ્ધ તપાસ ચાલુ છે. શનિવારે ત્રીજા દિવસે તેઓ ઈડીની સમક્ષ રજૂ થયા છે. ઈડીના સૂત્રોને ટાંકીને મીડિયા અહેવાલમા દાવો કરાયો છે કે તપાસમાં તેઓ સહયોગ કરી રહ્યા નથી. માટે તેમને સમન કરવામાં આવ્યા છે.

સૂત્રો મુજબ, તાજેતરની પૂછપરછમાં વાડ્રાએ લંડનમાં પોતાની કોઈપણ મિલ્કત હોવાનો ઈન્કાર કર્યો છે. જ્યારે ઈડીનો આરોપ છે કે વાડ્રાએ વિદેશમાં ગેરકાયદેસર સંપત્તિ ખરીદવા માટે મની લોન્ડ્રિંગ કર્યું છે. આ પહેલા ગત બુધવારે વાડ્રા એજન્સીની સમક્ષ રજૂ થયા હતા.

મની લોન્ડ્રિંગનો આ મામલો 19 લાખ પાઉન્ડની વિદેસમાં રહેલી અઘોષિત મિલ્કત સાથે જોડાયેલો છે. આ મિલ્કત કથિતપણે વાડ્રાની હોવાનો આરોપ છે. ઈડીની તપાસ દરમિયાન વાડ્રાના નિકટવર્તી મનોજ અરોરાનું નામ સામે આયા બાદ અરોરા વિરુદ્ધ પણ મની લોન્ડ્રિંગનો મામલો નોંધવામાં આવ્યો હતો. લંડનની પ્રોપર્ટી કથિતપણે ભંડારીએ ખરીદી અને તેનું સમારકામ કરવા અલગથી ખર્ચ કરવા છતાં તેને ખરીદ કિંમત પર જ 2010માં વેચી દેવામાં આવી હતી.

વાડ્રાની ગુરુવારે પણ આના સંદર્ભે લાંબી પૂછપરછ કરવામાં આવી હતી. વાડ્રાની સાથે તેમના વકીલોની પુરી ટીમ હાજર હતી. દાવો છે કે તાજેતરની પૂછપરછમાં વાડ્રાએ સંપૂર્ણ જાણકારી આપી નથી. માટે તેમને ફરીથી પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. તેમનો જવાબ પીએમએલએ હેઠળ નોંધાઈ રહ્યો છે.

આ પહેલા ઈડીના વકીલે કોર્ટમાં કહ્યું હતું કે લંડની પ્રોપર્ટી એક પેટ્રોલિયમ સોદામાં લેવામાં આવેલી લાંચનો હિસ્સો છે. આ રકમને ભંડીરીની યુએઈ ખાતેની કંપની એફજેડસી સનટેક ઈન્ટરનેશનલે ટ્રાન્સફર કરી હતી. વાડ્રા સાથે જોડાયેલા આ કેસમાં આરોપી મનોજ અરોરા પણ એક મુખ્ય શકમંદ છે.

બીજી તરફ બિકાનેર જમીન ખરીદીના એક મામલામાં વાડ્રા અને તેમના માતા મુરીન વાડ્રાને જયપુર ઈડીની ઓફિસમાં 12 ફેબ્રુઆરીએ રજૂ થવાનુ છે. રાજસ્થાન હાઈકોર્ટની જોધપુર બેન્ચે તેના માટે આદેશ આપ્યો છે. તેના પછી વાડ્રાને પૂછપરછ માટે જયપુર પહોંચવાનું હતું. ઈડીએ કહ્યું છે કે વાડ્રાને નવેમ્બર-2018 સુધી ત્રણ વખત નોટિસ મોકલવામાં આવી છે, પરંતુ તેઓ રજૂ થયા નથી.

રોબર્ટ વાડ્રાની કંપનીએ જોધપુર હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને રાહત માંગી હતી. તેના ઉપર કોર્ટે સુનાવણી કરતા કહ્યુ હતુ કે વાડ્રાની વિરુદ્ધ કોઈ બળજબરી કરવામાં આવશે નહીં. પરંતુ એ પણ આદેશ આપવામાં આવ્યો હતો કે આગળની તપાસ માટે તેમને 12મી ફેબ્રુઆરીએ ઈડીની સમક્ષ રજૂ થવું પડશે. જોધપુર હાઈકોર્ટની સિંગલ જજની બેન્ચે વાડ્રાની ધરપકડ પર રોક લગાવી દીધી હતી.

વાડ્રાની કંપનીની વિરુદ્ધ ઈડીમાં એક ફરિયાદ કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે સ્કાઈલાઈટ હોસ્પિટલિટીએ ગેરકાયદેસર રીતે બિકાનેરના કોલાયતમાં 275 વિઘા જમીન ખરીદી હતી. આ પ્રોપર્ટી બેનામી રીતે ખરીદવાનો આરોપ છે. જેમાં વચેટિયા મહેશ નાગરના ડ્રાઈવરનું નામ પણ જમીનો હતી. આરોપો મુજબ, સ્કાઈલાઈટ હોસ્પિટલિટીમાં રોબર્ટ વાડ્રા અને તેમના માતા મુરીન વાડ્રાને ડાયરેક્ટર ગણાવવામાં આવ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.