
દેશમાં મંકીપોક્સનો વધતો ભય – કેરળના 5 જીલ્લાઓ હાઈ એલર્ટ પર, બાળકોને લઈને ખાસ તકેદારી રાખવા જણાવાયું
- કેરળના 5 જીલ્લાઓમાં હાઈ એલર્ટ જારી
- દેશમાં મંકીપોક્સનો વધતો કહરે
- બાળકો માટે છે આ સંક્રમણ ઘાતક
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસ વચ્ચે મંકીપોક્સનો કહેર પણ વર્તાઈ રહ્યો છે વર્લ્ડ હલ્થ ઓર્ગોનાઈઝેશનને વિશ્વભરમાં મંકીપોક્સના 7 હજારથી વધુ કેસ નોંધાયા છે. અત્યાર સુધી આ વાયરસ વિશ્વના 75 થી વધુ દેશોમાં ફેલાયો છે. જોકે WHOએ હજુ સુધી આ રોગને મહામારી જાહેર કરવા અંગે કોઈ નિર્ણય લીધો નથી.
જો ભારતની વાત કરવામાં આવેતો કેરળમાં મંકીપોક્સના બે દર્દીઓ મળ્યા બાદ ભારતમાં આ રોગને લઈને ભય વધ્યો છે, સાથે જ આ ઘાતક રોગ બાળકો માટે પણ ગંભીર છે જેને લઈને કેરળના પાંચ જિલ્લાઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે,બાળકોને આ રોગથી બચાવવા માટે કહેવામાં આવ્યું છે
જાણો શા માટે બાળકોને લઈને ચિંતા વ્યક્ત થઈ રહી છે
ICMRએ તાજેતરમાં બહાર પાડેલા નિવેદનમાં કહ્યું છે કે બાળકોને મંકીપોક્સથી વધુ સાવચેત રહેવાની જરૂર છે. કારણ કે તેને શીતળા સામે રસી લગાવવામાં આવી નથી. બાળકોને ન તો શીતળાની બીમારીથી પીડિત થવું પડ્યું અને ન તો તેમને તેની રસીની જરૂર પડી જેથી બાળકોએ આ રોગથી સાવચેત રહેવાની જરૂર છે, કારણ કે તેમની પાસે ન તો રસીથી રોગપ્રતિકારક શક્તિ છે કે ન તો રોગમાંથી સાજા થવાની રોગપ્રતિકારક શક્તિ જોવા મળે છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે મંકીપોક્સના સંચાલન માટે માર્ગદર્શિકા પણ જારી કરી છે. આ મુજબ, લોકોએ ફ્લૂના લક્ષણો અને તાવવાળા દર્દીઓના સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ. મૃત અને અન્ય જંગલી પ્રાણીઓથી પણ અંતર રરાખવાનું કહેવામાં આવ્યું છે.નિષ્ણાતોના મતે દેશમાં મંકીપોક્સનું જોખમ વધી શકે છે. ખાસ કરીને બાળકોએ આના કરતાં વધુ સાવચેત રહેવાની જરૂર છે.
કંઈ રીતે બાળકોને ઘેરે છે આ બિમારી જાણો
મંકીપોક્સ વાયરસ બાળકો માટે ખતરનાક સાબિત થવાની સંભાવના છે, કારણ કે બાળકોને સ્મોલ પોક્સ સામે રસી આપવામાં આવી નથી. બાળકો સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં પણ સક્ષમ નથી, જો તેઓ મંકીપોક્સથી સંક્રમિત હોય તો આ વાયરસ તેમનામાં ઘણા દિવસો સુધી રહી શકે છે. જેના કારણે શરીર પર વધુ તાવ અને લાલ ફોલ્લીઓ બહાર આવી શકે છે. આ ગ્રાન્યુલ્સમાંથી નીકળતા પ્રવાહી અન્ય વ્યક્તિને પણ સંક્મિત કરી શકે છે.